રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
આજે વેલેન્ટાઈ ડે છે ત્યારે પ્રેમી પંખીડાઓ આ દિવસની ઉજવણી કરતા હોય છે ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં એક ઇજાગ્રસ્ત બાળક પ્રત્યે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફનો પ્રેમ સામે આવ્યો છે.
પાંચ વર્ષનું બાળક 108માં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. બાળક સાથે માતા-પિતા ન હોવા છતાં પણ હોસ્પિટલના RMO ઓમકાર ચૈધારીએ બાળકને પિતાની હું પૂરી પાડી હતી. ત્યારબાદ હોસ્પિટલના ડોક્ટર દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનની માહિતી આપવામાં આવી હતી
અને એક દોઢ કલાકની જહેમદ બાદ બાળકનું તેના પિતા સાથે વિલન થયું હતું પિતાએ કહ્યું હતું કે બાળક ઘરની બહાર રમતા રમતા દૂર નીકળી ગયું હતું અને ત્યારબાદ તેનો અકસ્માત થતાં તેને 108માં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું.
14 ફેબ્રુઆરીએ સવારના સમયે 108 ના કંટ્રોલ નંબર પર કોઈ અજાણ્ય વ્યક્તિએ ફોન કરીને માહિતી આપી હતી કે પાંડેસરા ના મિલન પોઇન્ટ નજીક આવેલી એક હોસ્પિટલ પાસે પાંચ વર્ષનું બાળક ઇજાગ્રત સાલમાં છે કોઈ વાહને આ બાળકને ટક્કર મારી હોવાની વિગત 108 ને મળતા 108 ઘટના સ્થળ પર પહોંચી હતી અને બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું.
જે સમય બાળક હોસ્પિટલમાં આવ્યું ત્યારે તે ખૂબ જ ડરેલું હતું અને માથાના ભાગે ઈજા હતી ત્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા બાળકને આશ્વાસન આપી શાંત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની સારવાર કરવામાં આવી હતી બાળકની ઉંમર નાની હોવાના કારણે તે પોતાનો અથવા તો તેના માતા-પિતાનો પરિચય આપી શકે તેમ ન હતું તેથી બાળકના માતા-પિતાની શોધ ખોળ કરવા સિવિલ હોસ્પિટલનો સ્ટાફ કામગીરીમાં જોતરાયો હતો.
હોસ્પિટલના RMO ઓમકાર ચૌધરીએ બાળકને પિતાનો પ્રેમ આપ્યો. તો નર્સિંગ સ્ટાફ દ્વારા પણ બાળકની કેર કરવામાં આવી રહી છે બાળકને ચોકલેટ બિસ્કીટ સહિતની વસ્તુઓ ખવડાવવામાં આવી હતી. આ ઉપરાંત બાળકના માતા પિતાની શોધ ખોળ કરવા માટે સિવિલ હોસ્પિટલ દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે માહિતી આપવામાં આવી હતી જેથી બાળકના માતા પિતા જલ્દી મળી જાય.
ઘરેથી ગુમ થયું હોવાની જાણ તેની માતાને થઈ હોવાના કારણે તાત્કાલિક માતા-પિતા દ્વારા બાળકને શોધખોળ કરવામાં આવી હતી અને અકસ્માત જે જગ્યા પર બાળકનો થયો હતો તે જગ્યા પર જ્યારે લોકોનું ટોળું ઉભું હતું ત્યારે બાળકના પિતા ત્યાં પહોંચ્યા હતા અને બાળકનો ફોટો બતાવીને બાળકને જોયું છે કે નહીં તેવું પૂછ્યું હતું ત્યારે લોકોએ કહ્યું હતું કે આ બાળકનું અકસ્માત થયું છે રીક્ષાએ બાળકને અડફેટે લીધો છે
તેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે અને બાળકના પિતાએ હોસ્પિટલમાં આવી ડોક્ટરોનો આભાર માન્યો હતો અને બાળકને પોતાની સાથે તેઓ ઘરે પરત લઈ ગયા હતા મહત્વની વાત છે કે સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ દ્વારા બાળકની ખૂબ સારી કેર કરીને તેનું મિલન તેના પિતા સાથે કરાવવામાં આવ્યું.