Latest

સિવિલ હોસ્પિટલમાં બપોરની OPD-કેસ બારી હવે 3થી 5 વાગ્યા સુધી ચાલશે.


નવી સિવિલ હોસ્પિટલમાં હવે બપોર પછીની કેસ બારી અને ઓપીડીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે રિપોર્ટ બતાવવા માટે 3 કલાક સુધી રાહ જોતાં દર્દીઓને મોટી રાહત મળશે. શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં કેસ બારીનો સમય પહેલા સવારે 8ઃ30 વાગ્યાથી બપોરે 12ઃ00 વાગ્યાનો અને ઓપીડીનો સમય સવારે 9ઃ00 વાગ્યાથી બપોરે 1ઃ00 વાગ્યા સુધીનો હતો ત્યાર બાદ 3 કલાકના વિરામ બાદ બપોરે 3ઃ30 વાગ્યે કેસ બારી શરૂ થતી હતી અને 5ઃ00 વાગ્યા સુધી ચાલતી હતી. આ ઉપરાંત ઓપીડી 4ઃ00 વાગ્યે શરૂ થતી હતી અને 6ઃ00 વાગ્યા સુધી ચાલતી હતી.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.

જેના કારણે સવારની ઓપીડીમાં આવતા દર્દીઓને ઘણી વખત એક્ષરે કે સોનોગ્રાફી કરાવવામાં સમય લાગવાના કારણે ઓપીડીનો સમય પુરો થઈ જતા તબીબોને રિપોર્ટ બતાવવા માટે 3 કલાક સુધી રાહ જોવી પડતી હતી. જો કે, નેશનલ હેલ્શ મિશનના મેનેજીંગ ડાયરેક્ટરની અધ્યક્ષતામાં શુક્રવારે એક મીટીંગ મળી હતી. જેમાં કેસ પેપર બારીનો અને ઓપીડીનો સમય બદલવાનો નિર્ણય લેવાયો છે, જેમાં સવારની ઓપીડીનો સમય યથાવત રહેશે જ્યારે હવેથી બપોર પછીની કેસ બારી બપોરે 2ઃ30થી સાંજે 4ઃ00 વાગ્યા સુધી ખુલ્લી રહેશે અને ઓપીડી બપોરે 3ઃ00 વાગ્યાથી સાંજે 5ઃ00 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

સિવિલ હોસ્પિટલમાં બપોરની OPD-કેસ બારી હવે 3થી 5 વાગ્યા સુધી  ચાલશે.

નેશનલ હેલ્થ મિશન સાથેની બેઠકમાં લેવાયેલો નિર્ણય.

દર્દીઓએ રિપોર્ટ બતાવવા 3 કલાક રાહ નહીં જોવી પડે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી.

ધારાસભ્ય મહેશ કસવાળાની પાણી બચાવાવની અનોખી મુહિમ કૃષ્ણગઢ તળાવ માટે 146 લાખ,…

વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….

એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *