શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું જગતજનની જગદંબા માં અંબાનું પ્રાચીન અને પૌરાણિક તીર્થ સ્થળ છે. અંબાજી ખાતે તાજેતરમાં ભાદરવી મહા કુંભ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયો છે અને ત્યારબાદ પ્રક્ષાલન વિધિ પણ સુખ સંપન્ન રીતે પૂર્ણ થઈ છે. દર વર્ષની પરંપરા મુજબ પ્રક્ષાલન વિધિ બાદ માતાજીનો પ્રસાદ અને યંત્ર ઉપરનું વસ્ત્ર અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી ગાંધીનગર ખાતે મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મોકલવામાં આવતું હોય છે.
ગબ્બર 51 શક્તિપીઠના પૂજારી કૃણાલભાઈ શાસ્ત્રી અને જયંતીભાઈ જોશી દ્વારા ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ એકમાં ત્રીજા માળે મુખ્યમંત્રીશ્રીની સૌજન્ય મુલાકાત લીધી હતી અને તેમને માતાજીની ચુંદડી ઓઢાડીને સ્વાગત કર્યું હતું અને માતાજીનું પ્રક્ષાલન વસ્ત્ર અને પ્રસાદ આપવામાં આપ્યો હતો
અંબાજી પ્રહલાદ પૂજારી