Latest

૧૦ જૂનના રોજ પાલનપુર ખાતે સીએમના હસ્તે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ તેમજ જાહેર સભા યોજાશે

પાલનપુર: આગામી તા. ૧૦ જૂન- ૨૦૨૩ના રોજ પાલનપુર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે નગરપાલિકાના જનસેવા કેન્દ્રનું લોકાર્પણ થનાર છે તથા પાલનપુર રામપુરા ચોકડી ખાતે મુખ્યમંત્રીશ્રીની જાહેર સભા યોજાનાર છે. આ કાર્યક્રમને અનુલક્ષી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કમિશનર ઓફ મ્યુનિસીપાલીટીઝ શ્રી રાજકુમાર બેનીવાલ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલની ઉપસ્થિતિમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમની તૈયારીઓ અંગે કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા અને આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટરશ્રી રીટા પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ, પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *