Latest

ઊંઝા ખાતે મુખ્યમંત્રીના હસ્તે શ્રી ઉમિયા મંદિરમાં ધજા મહોત્સવનો શુભારંભ

મહેસાણા, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે શ્રી ઉમિયા માતાજી મંદિર ખાતે ધજા પૂજન કરી ધજા મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ આપેલા વિરાસતની સાથે વિકાસના મંત્રના ધ્યેય સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. સંસ્કૃતિનું જતન કરી નવી પેઢીને પ્રેરણા આપવાનું કામ આપણે કરવાનું છે તેમ જણાવી પૌધામાં પરમાત્મા, વૃક્ષમાં વાસુદેવ અને છોડમાં રણછોડની ભાવના થકી વારસો જાળવી રહે તે માટે સહિયારો પ્રયાસ કરવા મુખ્યમંત્રીએ અપીલ કરી હતી.

મુખ્યમંત્રીએ હરિયાળા રાષ્ટ્ર માટે પ્રધાનમંત્રી આપેલ ‘એક પેડ માઁ કે નામ’ના અભિયાનને ચરિતાર્થ કરવા ઉપસ્થિત સૌને વૃક્ષ વાવીને તેનું જતન કરવા અપીલ કરી હતી.

આ અવસરે મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ 14 જેટલા ધર્મસ્થાનોમાં ક્લોથ બેગ વેન્ડીંગ મશીનો પ્લાસ્ટિક મુક્ત અભિયાનને વેગ આપી રહ્યા છે તેમ જણાવી આજે લોકાર્પણ કરાયેલા આ મશીનનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત @૨૦૪૭ના સંકલ્પને સિદ્ધ કરવા આપણને જે આહ્વાન આપ્યું છે તેમાં આપણે વિરાસતનું ગૌરવ વધારવા નાગરિક કર્તવ્યોનું અચૂક પાલન કરીએ. મુખ્યમંત્રીએ જણાવ્યું કે,સમાજની શક્તિનો સદ્દઉપયોગ જે રીતે ઊંઝા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા કરાઈ રહ્યો છે તે અનેક સંસ્થાઓ માટે પ્રેરણારૂપ છે.

આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ધજા મહોત્સવની પ્રણાલી અનાદિકાળથી ચાલી આવે છે ત્યારે ઊંઝા ખાતે માઁ ઉમિયા ટ્રસ્ટ દ્વારા ધજા મહોત્સવનું સુંદર આયોજન કરાયું છે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન શિક્ષણ, આરોગ્ય, સમુહ લગ્ન સહિત અનેક સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક કાર્યો કરી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે માઁ ઉમિયાના પ્રાગટય સ્વરૂપની ૧૮૬૮ વર્ષોની યાદગીરી સ્વરૂપે મંદિરના પ્રાંગણમાં ધજાઓ ચઢાવવાનું અનેરુ કાર્ય થયું છે ત્યારે સૌને પ્રધાનમંત્રીએ આપેલ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર સાર્થક થાય તે દિશામાં આગળ વધવા જણાવ્યું હતું.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અને દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઊંઝા ઉમિયા ખાતે ધજા મહોત્સવમાં દરેક સમાજને સાથે લઈને મહોત્સવનું આયોજન કરાયું છે. શિક્ષણ થકી સમાજ રાજ્યના વિકાસમાં સહભાગી બન્યો છે,જે સમાજ માટે ગૌરવની વાત છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે માઁ ઉમિયા આનંદના ગરબાનું વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ ધ્વજા મહોત્સવમાં દાન આપનાર દાતાઓ અને સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીએ શોભાયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ કાર્યક્રમમાં સંસ્થાના માનદ મંત્રી દિલીપભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી માઁ ઉમિયા માતાજી સંસ્થાનની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે વાત કરી હતી. આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, ધારાસભ્ય સર્વે કિરીટભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, અગ્રણી સર્વશ્રી બાબુભાઈ કે. પટેલ, ગોવિંદભાઈ વરમોરા, નારાયણભાઈ પટેલ, ગીરીશભાઈ રાજગોર તેમજ સંસ્થાના હોદ્દેદારઓ ટ્રસ્ટીઓ,સમાજ શ્રેષ્ઠીઓ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નશાબંધી સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે શહેરમાં બાઈક રેલીનું આયોજન કરી યુવાનોને વ્યસનથી દુર રહેવા અપીલ કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત: પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે તા.૨/૧૦/૨૦૨૪ થી…

1 of 556

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *