Latest

સાબરડેરી કર્મચારી સહકારી મંડળી લી ની ૫૨ મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સાબરડેરી કર્મચારી સહકારી મંડળી લી ની ૫૨ મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ. જેમાં સાબરડેરી અને અમુલ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલ, એચ આર ડી સિનિયર મેનેજર એન એલ પટેલ ,વિભાગીય અધિકારીઓ, મંડળીના ચેરમેન મુકેશસિંહ રાઠોડ, વાઇસ ચેરમેન મનીષભાઈ પટેલ અને વ્યવસ્થાપક કમિટી સભ્યો તથા સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ પ્રસંગે સંઘના ચેરમેન શામળભાઈ પટેલ તથા મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલ તથા મંડળીના ચેરમેન મુકેશસિંહ રાઠોડના વરદ હસ્તે મંડળી દ્વારા સભાસદોને તેમની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે મળી રહે તે માટે શરૂ કરાયેલ નવીન સુપર માર્કેટ મોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ગત વર્ષે મંડળીએ કરેલ અંદાજે ૮૨ લાખ જેટલા નફા સાથે વર્ષ દરમ્યાન કરેલ સભાસદલક્ષી વિવિધ યોજનાઓને સાબરડેરીના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર એ તથા સભાસદોએ તાળીઓના ગડગડાટ સાથે બિરદાવી હતી અને મંડળીના ચેરમેન તથા કમિટીસભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. કર્મચારી મંડળી ના મેનેજર જીગરભાઈ પટેલ, તથા કર્મચારીઓ એ કાર્યક્રમ ને સફળ બનાવી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર્જાનો અનોખો સમન્વય

​આજના આધુનિક યુગમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ મોટી સમસ્યાઓ બની રહ્યા છે,…

1 of 140

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *