Latest

ઉમરાળા તાલુકામાં ખેત પેદાશોના ભાવ સહિતના વિવિધ મુદ્દે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયુ

ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમરાળા તાલુકાના ખેડૂતોના પડતર પ્રશ્નો અને લોકોને પડતી હાલાકી સંદર્ભે કેન્દ્ર તથા રાજ્ય સરકારને આવેદન પત્ર આપીએ છીએ અને નીચેના વિવિધ પ્રશ્નોનું તાત્કાલિક અસરથી નીચેના મુદ્દાઓનું નિરાકરણ લાવશો તેવી માંગ સાથે ઉમરાળા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

(૧)ઉમરાળા તાલુકો હંમેશના માટે ખેતી પ્રધાન રહ્યો છે તેથી ઉમરાળા તાલુકામાં મોટા ભાગે લોકો ખેતી સાથે જોડાણેલા રહ્યા છે ત્યારે ખેડૂતના અનેક પ્રશ્નો રહેલા છે જેમ કે ખાતરનો અસહ્ય ભાવ વધારો ખેતીવાડીમાં રાત્રીની જગ્યાએ માત્ર દિવસે વીજળી આપવી કપાસના પાકની ટેકાના ભાવે ખરીદી કરવી કપાસનો ભાવ પડતર કરતા ઓછો મળે છે કમોસમી વરસાદને કારણે કપાસના પાકમાં આવેલ નુકશાની પાક વીમા યોજના હેઠળ ચૂકવી આપવાની માંગ કરવામાં આવી

(૨) પેટ્રોલ ડીજલ અને રાધણ ગેસના ભાવ અન્ય રાજ્યો કરતા વધારે હોય તેથી ગુજરાતમાં ગેસના બાટલાના ભાવમાં રાહત આપવા માંગ છે

(૩)ઉમરાળા તાલુકાના મોટા ભાગના ગામોમાં પીવાનું પાણી અનિયમીત ૮ થી ૧૦ દિવસે આવે છે તેથી તાત્કાલિક અસરથી ઉનાળાને ધ્યાનમાં રાખી રોજ રોજ પાણી મળે તેવી વ્યવસ્થા કરાવી આપવા માંગ છે

(૪)ઉમરાળા તાલુકામાં આવેલ કાળુભાર સિંચાઈ યોજનાની ખેડૂતો માટેની માઈનોર કેનાલ ઘણા વર્ષોથી ટૂટી ગયેલ હોય તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવા રજૂઆત છે તેને તાત્કાલિક અસર થી અમલ કરાવવો

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *