રિપોર્ટર જયરાજ ડવ બોટાદ
ગઢડામાં સેન્ટીંગ કામ કરી ગુજરાન ચલાવતા દલીત પરીવારનો પુત્ર ચિંતન M.B.B.S. ડોક્ટર બનશે
ગઢડામાં સામાન્ય પરીવારના દલીત યુવાનનું M.B.B.S. ડોકટર બનવાનું સપનું થશે સાકાર ગઢડામાં સેન્ટીંગ કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા ગીરીશભાઇ નારણભાઇ હેરંભાના પુત્ર ચિંતન એ વડોદરામાં એસ.એસ.જી.કોલેજમાં M.B.B.S. માં એડમીશન લીધુ એડમીશન મળી જતા જંગ જીત્વા જેવી ખુશી ચિંતનને થઇ હતી પરંતુ એડમીશન બાદ રૂપિયા પાંચ લાખના બોન્ડ જમા કરાવવા પડે તેવો નિયમ હોવાથી હવે શું કરવું !
પહાડ જેવો પ્રશ્ન તેના પરીવાર માટે ઉભો થઇ ગયો હતો કારણ કે પિતા ગીરીશીભાઇ સેન્ટીંગ કામ કરી ઘરનું ગુજરાન ચલાવવાની સાથે સાથે બાળકોને અભ્યાસ કરાવતા હતા તેમા પાંચ લાખના બોન્ડ લાવવા ક્યાંથી ?
દરીયો તરીને કીનારા પર ડુબી જવા જેવી પરીસ્થિતી સર્જાઇ ગઇ હતી. પરંતુ કહેવાય છે ને કે જીસકા કોઇ નહી ઉસકા ખુદા હૈ યારો અને સાથે જ ચિંતન ને રૂપિયા પાંચ લાખના બોન્ડની મદદ મળી ગઇ અને એ પણ એક મુસ્લીમ મેમણ ભાઇએ સામે ચાલીને ચિંતનના પિતા ગીરીશભાઇને કહ્યું ચિંતા ના કરો તમારા પુત્રના માટે પાંચ લાખના બોન્ડ હું આપીશ કહીને બોન્ડ આપી દીધા
બોન્ડ આપનાર ખીમાણી પરીવાર ગઢડા પંથકમાં સેવાકીય ક્ષેત્રે હર હંમેશા અગ્રેસર હોવાની સાથો સાથ કોમી એખલાસ ભર્યુ વાતાવરણ કાયમ રહે તે માટે પણ સત્તત પ્રયત્નશીલ હોય છે.
ત્યારે ફરી એકવાર આ મુસ્લીમ મેમણ સમાજના સેવાભાવી ઇરફાનભાઇ ખીમાણી દ્વારા એક દલિત પરીવારના પુત્રને અભ્યાસ અર્થે પાંચ લાખના બોન્ડ આપી કોમી એકતાની વધુ એક ઉમદા મિશાલ કાયમ કરવામાં આવી છે. ત્યારે આ દલીત પરીવાર પુત્રને M.B.B.S. બનાવવાના સપનાને સાકાર થતું જોઇ ખુબ જ પ્રફુલીત છે.