બનાસકાંઠા જિલ્લામાં 14 જેટલા તાલુકાઓ આવેલા છે જેમાં દાંતીવાડા ની આગવી ઓળખ ની વાત કરવામાં આવે તો ચોક્કસ પણે કહી શકાય છે કે દાંતીવાડાએ ડેમ અને જવાહર નવોદય વિદ્યાલય થી સમગ્ર ગુજરાતમાં જાણીતું બન્યું છે.દાંતીવાડા ખાતે તાજેતરમાં કલસ્ટર લેવલ ટેબલ ટેનિસ અને વિજ્ઞાન પ્રદર્શન ઉદઘાટન સમારોહ યોજાયું હતું જેમા મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાજશેખર કે. કમાન્ડન્ટ ,123 સીમા સુરક્ષા બળ અને નીરૂબા રાજપૂત સહિત વિવિઘ આગેવાનો હાજર રહ્યા હતા.
શાળાના આચાર્ય એસ બી પાટીલ એ માહીતી આપતાં જણાવ્યું હતું કે કલસ્ટરના 7 જવાહર નવોદય વિદ્યાલય માથી 50 બાળકો ભાગ લઈ રહ્યા છે તે ઉપરાંત વિજ્ઞાન પ્રદર્શનમા સામાજિક , વિજ્ઞાન અને કોમ્પ્યુટર અને ગણિતના મોડેલ નુ પ્રદર્શન યોજાયું હતું. કાર્યક્રમ નું સમાપન વિદ્યાલય ના શિક્ષક માનસિંહ મીના દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો જ્યારે કાર્યક્રમ નું સુચારુ સંચાલન શાળાના શિક્ષક ગુમાનસિંહ દ્વારા કરાયું હતું.
અંબાજી પ્રહલાદ પૂજારી