Latest

દાંતા-રતનપુર જય જલિયાણ સેવા કેમ્પ પર અઢી લાખ પદયાત્રીકોએ ભોજનપ્રસાદ અને અન્ય સેવાઓનો લાભ લીધો.

અંબાજી ભાદરવી પૂનમનો મેળો અંતિમ ચરણમાં છે ત્યારે દાંતા રતનપુર ખાતે છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત જય જલિયાણ સેવા કેમ્પમાં યાત્રીકોનો ઘસારો યથાવત જોવા મળ્યો હતો. ચાર દિવસમાં અંદાજિત ૨.૫૦ લાખ યાત્રિકોએ ભોજન પ્રસાદ તેમજ મેડિકલ સેવા ,આરામ સેવા નો લાભ લીધો હતો. શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ કેમ્પની મુલાકાત લીધી હતી. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ બમ બમ ભોલે નો જયઘોષ કરી પદયાત્રીકોનો ઉત્સાહમાં વધારો કર્યો હતો તેમજ ભોજન પીરસ્યું હતું રસોડાની મુલાકાત લીધી હતી. સમગ્ર કેમ્પની કામગીરી નિહાળી આયોજકોને કેમ્પ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી પદયાત્રીકોની સેવા અર્થે કેમ્પ શરૂ કરવામાં આવે છે. જેમાં મિષ્ટાન સાથે ભોજન પ્રસાદી, આરામની સુવિધા, મેડિકલ સુવિધા અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

૪૦ હજાર ફૂટ વિશાળ સામિયાણામા હજારો પદયાત્રીકોએ વિસામો મેળવ્યો હતો. આયોજક હિતેશભાઈ ઠક્કર અને દીપકભાઈ ઠક્કરે સેવા કેમ્પમાં સેવા આપનાર તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને માં અંબે સર્વેની મનોકામના પૂર્ણ કરે તેમ જણાવ્યું હતું. સેવા કેમ્પમાં રાત્રે લોકો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આરોગ્ય મંત્રીના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે…

1 of 609

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *