શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. દાંતા તાલુકામાં નાના મોટા 212 જેટલા ગામો આવેલા છે ત્યારે દાંતા તાલુકામાં આવેલા ભારે વરસાદને પગલે ખેતરો બેટ મા ફેરવાયા હતા અને ખેડૂતોનો પાક પાણી મા પલળી ગયો હતો અને તેમને ભારે નુકશાન થયું હતુ.
દાંતા તાલુકામાં મોટાભાગના ગામો પહાડી વિસ્તારમા આવેલા છે અને આ તાલુકામાં વરસાદ આવતા અમુક ગામોમા આવેલા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. દાંતા તાલુકાનું અંતરીયાળ આવેલું વડુસણ ગામ આ ગામમાં વરસાદે કહેર વર્તાવ્યો હતો અને જે પગલે ખેડૂતોને નુકશાન થયું હતુ.
અંબાજી થી 30 કિલોમીટર દુર પહાડોની વચ્ચે આવેલુ વડુસણ ગામ સુંદર અને નાનું ગામ છે.આ ગામમા છેલ્લા 24 કલાકમાં આવેલાં ભારે વરસાદના પગલે ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલો પાક પાણી મા પલળી ગયો હતો અને ખેડૂતોને ભારે નુકશાન થયું હતુ.વડુસણ ગામે ખેતરોમા પાણી ભરાઈ જવાથી મકાઈ અને મગફળીનો પાક પાણીથી બગડી ગયો હતો અને આ ગામના ખેડૂતો અને તેમના પરીવારે તંત્ર પાસે સહાયની માંગ કરી છે.
દિશા પ્રજાપતી અને તેમનાં પરીવારે તંત્ર પાસે સહાયની માંગણી કરી છે અને વધુમા જણાવ્યુ હતુ કે તંત્ર અમારા ગામના ખેતરોની પણ મુલાકાત કરે અને અમને ન્યાય મળે. પાણિયારી થી વડુસણ નો નવીન માર્ગ હાલ સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલ છે ત્યારે હાલનો કાચો માર્ગ પણ વરસાદમાં ખાડા ખાડા મા ફેરવાઈ ગયો હતો.
અંબાજી પ્રહલાદ પૂજારી