Latest

દિલ્હી ખાતે રાષ્ટ્રીય યુવા સાંસદ કાર્યક્રમ માં વકૃત્વ અને વ્યક્તિત્વ વિકાસ અંગે ની સ્પર્ધામાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ

રાષ્ટ્રીય યુવા સાંસદ માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી ધ્વનિ રાજ્યગુરુ એ નેશનલ લેવલે સિદ્ધિ પ્રાપ્ત કરેલ:

યુનિવર્સિટી ના અંગ્રેજી ભવનની વિદ્યાર્થીનીએ રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરેલ:

ભારત સરકારના યુવા ખેલ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય યુવા સાંસદ 2024 ના નામે રાષ્ટ્રીય કક્ષાએ વકૃત્વ સ્પર્ધા અને વ્યક્તિત્વ વિકાસ અંગેની સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ આ સ્પર્ધામાં પ્રથમ ચરણમાં ભારતના તમામ જિલ્લા કક્ષાએ સ્પર્ધાનું આયોજન થયેલ જેમાં ભાવનગર જિલ્લા કક્ષાએ ધ્વનિ રાજ્યગુરુ પ્રથમ ક્રમે આવેલ ત્યારબાદ તમામ સ્પર્ધકોએ રાજ્યકક્ષાએ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો.

તેમાં પણ પ્રથમ ક્રમે આવી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરેલ અને ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ ભારત દેશના તમામ રાજ્યોના પ્રતિનિધિત્વ તરીકે ભાગ લે તે પ્રકારે આ રાષ્ટ્રીય યુવા સાંસદનું આયોજન કરવામાં આવેલ હતું

જેમાં ભાવનગરની ધ્વનિ રાજ્યગુરુ એ રાષ્ટ્રીય કક્ષાએ દિલ્હી ખાતે ભાગ લીધેલ જેમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય લેવલની સ્પર્ધામાં ચોથા ક્રમે સિદ્ધિ પ્રાપ્ત કરેલ હતી જે આ ધ્વનિ રાજ્યગુરુ ને નહેરુ યુવા કેન્દ્ર ભાવનગર દ્વારા મોકલવામાં આવેલ હતી અને આ કાર્યક્રમનું સંપૂર્ણ માર્ગદર્શન જિલ્લા યુવા અધિકારીશ્રી ભુપેન્દ્રસિંહ ગિલ સાહેબ દ્વારા આપેલ હતું

આ ભાવિનાની યુવતી ધ્વનિ રાજ્યગુરુને ખૂબ સારી પ્રવૃત્તિ બદલ સરકાર શ્રી તથા સામાજિક સંસ્થા દ્વારા પ્રોત્સાહિત પણ કરવામાં આવેલ આ ભાવેણાની ધ્વનિ રાજ્યગુરુ એ નેશનલ કક્ષાએ સ્પર્ધામાં ભાગ લઈ સારા ક્રમે આવી સમગ્ર ભાવનગર જિલ્લા શહેરનું ગૌરવ વધારેલ હતું

ભાવનગર શહેર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી માટે ગર્વ લેવા જેવી બાબત છે કે આ રાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીના અંગ્રેજી ભવનમાં અભ્યાસ કરતી ધ્વનિ રાજ્યગુરુ એ ગુજરાત કક્ષાએ પ્રથમ ક્રમે સ્થાન પ્રાપ્ત કરેલ અને રાષ્ટ્રીય કક્ષાએ ચોથા ક્રમે સ્થાન પ્રાપ્ત કરેલ હતું ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ ભાવેણા અને યુનિવર્સિટી નું નામ રોશન કરેલ છે સમગ્ર ગુજરાતનો પ્રતિનિધિત્વ કરી ભાવનગરનું તેમજ ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રનું પણ ગૌરવ વધારે હતું.

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *