રાજપૂત કરણી સેના દ્વારા ચરમાણીયા ગ્રાઉન્ડ ખાતે ધાંગધ્રા ક્ષત્રિય સમાજના પરિવાર ઉપર હુમલાને વખોડી આરોપીઓને પકડી કાયદાનું ભાન કરવા આવેદનપત્ર આપ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના સોની તલાવડી વિસ્તારમા સામાન્ય બાબતમાં તારીખ 27 નવેમ્બરના રોજ ક્ષત્રિય સમાજના પરિવાર ઉપર વિધર્મીઓ દ્વારા સામાન્ય બાબતમાં હુમલો કરતા યુવક તથા એક મહિલા ગંભીર રીતે ધવાયા હતા જેને સારવાર અર્થે ધાગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
ઘટનાની જાણ થતા આજ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના ધામેધામાં ધાંગધ્રા ખાતે ખડકાઈ ગયા હતા જે ઘટનાને સંદર્ભે ધાંગધ્રા સીટી પોલીસમાં ત્રણ મહિલા સહિત નવ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં આજ દિન સુધી એક પણ પુરુષ વ્યક્તિ ન પકડાતા કાયદો અને વ્યવસ્થા અને પોલીસની કામગીરી અંગે સવાલો ઊભા થયા છે
જ્યારે આજરોજ ધાંગધ્રા શહેરના ચરમડિયા ગ્રાઉન્ડ ખાતે ગ્રામ્ય તથા સુરેન્દ્રનગર જિલ્લાના રહેતા તમામ ક્ષત્રિય સમાજના ભાઈઓ તથા સર્વ હિંદુ સમાજના ભાઈઓ ઉપરાંત ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા સુરેન્દ્રનગર કરણી સેના , ધાંગધ્રા કરણી સેના સહિત તમામ સંગઠનો દ્વારા મિટિંગ યોજાય હતી જે મિટિંગમાં 20 થી 25 દિવસ વિત્યા પણ હજુ સુધી આરોપીની ધરપકડ કરવામાં ન આવતા આજરોજ તમામ ક્ષત્રિય સમાજ ના હોદ્દેદારો, કરણી સેના , હિન્દુ સંગઠનો દ્વારા ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક , ધ્રાંગધ્રા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદન પત્રમાં હુમલાખોરોને તાત્કાલિક ધોરણે પકડી કાયદાનું યોગ્ય ભાન કરાવી જાહેરમાં કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
રિપોર્ટ દિનેશ ગાંભવા ધ્રાગધા સુરેન્દ્રનગર