Latest

અરવલ્લી ના ધનસુરા માર્કેટ યાર્ડ માં કપાસની પ્રથમ આવક આવતાં કપાસ ના વધામણાં કરવામાં આવ્યા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના ધનસુરા માર્કેટ યાર્ડ માં કપાસની પ્રથમ આવક આવતાં કપાસ ના વધામણાં કરવામાં આવ્યા હતા.અરવલ્લી જિલ્લાના ધનસુરા માર્કેટ યાર્ડ ની અંદર કપાસની પ્રથમ આવક નોંધાઈ હતી.

ધનસુરા તાલુકાના બુટાલ ગામના વતની ખેડૂત પ્રકાશભાઈ પટેલ કપાસ લઇ આવતા ધનસુરા યાર્ડ ના વેપારી તથા કર્મચારીઓએ કપાસના શ્રીફળ વધેરી ને વધામણા કર્યા હતા.અને કપાસનો ૧ મણ નો ભાવ ૨૧૨૧ રહ્યો હતો. ધનસુરા માર્કેટ યાર્ડ માં કપાસ ની પ્રથમ આવક સીતારામ ટ્રેડિંગ કું.ના વેપારી ધ્વારા લેવામાં આવી હતી.

માર્કેટ યાર્ડ ના સેક્રેટરી  ખેડૂતો,વેપારીઓએ અને કર્મચારીઓએ ઉત્સાહ પૂર્વક કપાસ ની આ પ્રથમ આવક આવતા વધામણાં કર્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *