કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સમગ્ર રાજ્ય માં ગણેશ ચતુર્થી ની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા માં પણ ગણેશ ચતુર્થી ની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ધનસુરા તાલુકા માં ગણેશ ચતુર્થીના તહેવારને લઈને વિવિધ જગ્યાએ ગણેશ ભગવાનજીની મૂર્તિ ને સ્થાપિત કરવામાં આવી હતી.અને ભગવાનની પૂજા કરવામાં આવી હતી.
ધનસુરા માં વિવિધ જગ્યાએ ગણપતિ બાપ્પા ના જયઘોષ સાથે ઢોલ નગારા અને ડીજે સાથે ભગવાનની ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી.ધનસુરામાં પરબડી ચોક,લીમડા ચોક તથા ચાર રસ્તા સહિત વિવિધ જગ્યાએ ગણેશ ભગવાનજી ની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ તહેવાર અનંત ચતુર્થી સુધી ચાલશે જેમાં ગણપતિ બાપ્પા ના ઉત્સવમાં લોકોએ ઉત્સાહપૂર્વક તૈયારીઓ કરી છે.
ધનસુરા ના પરબડી ચોક ખાતે ગણેશ યુવક મહોત્સવ ૨૦૨૨ માં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.ધનસુરા ચાર રસ્તા યુવા મિત્ર મંડળ દ્વારા પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.ગણેશ ભગવાનના આ ઉત્સવ માં લોકો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા.