Latest

જામનગર જિલ્લામાંં ધુળેટીના તહેવારને અનુલક્ષીને જાહેરનામુંં બહાર પડાયું

જામનગર સંજીવ રાજપૂત: જામનગર જિલ્લામાં આગામી તારીખ 24 અને 25 માર્ચના રોજ હુતાસણી- ધુળેટીના તહેવારોની ઉજવણી કરવામાં આવશે. આ તહેવારોની ઉજવણી દરમિયાન બહોળી સંખ્યામાં નાગરિકો ભાગ લેતા હોય છે.

આ ઉજવણી દરમિયાન સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઈ રહે તે હેતુથી અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જામનગર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-37 (1) તળે તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામુંં બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર સમગ્ર જામનગર જિલ્લાના વિસ્તારમાં આગામી તારીખ 23/03/2024 ના સાંજે 06:00 કલાકથી આગામી તારીખ 25/03/2024 ના 24:00 કલાક દરમિયાન કોઈપણ વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ તેની ઉપર રંગ છાંટી શકાશે નહિ.

કોઈપણ વ્યક્તિની લાગણી દુભાય તેવા શબ્દો અથવા સુત્રો પોકારવા નહિ. તેમજ પત્રિકા, પ્લેકાર્ડ, વિચિત્ર આકૃતિઓ કે વસ્તુઓ તૈયાર કરી શકાશે નહિ, કે તેનો ફેલાવો કરી શકાશે નહિ.

ઉકત જાહેરનામાંના કોઈપણ ખંડનો ભંગ કે ઉલ્લંઘન કરનારી વ્યક્તિને ઓછામાંં ઓછા 4 મહિનાની અને વધુમાંં વધુ 1 વર્ષ સુધીની સજા થશે. તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-135 (1) મુજબ દંડની પણ સજા થશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *