ગીર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા નજીક ગીર વિસ્તાર માં આવેલ એક પ્રાચીન તીર્થ તુલસીશ્યામ ધામ આવેલ છે જ્યાં ભગવાન શ્યામ સુંદર નું એક ભવ્ય પૌરાણિક મંદિર આવેલ છે
જ્યાં દૂર દૂર થી હજારો ની સંખ્યામાં ભાવિભગતો દર્શન કરવામાં માટે આવે છે કહેવાય છે કે તે ધામ માં ગરમ પાણીના કુંડ પણ આવેલા છે જેમાં ખુબ જ સખત ગરમ પાણી હોઈ છે
પણ જે કોઈ ભગતો સ્નાન કરવા માટે ઉતરે તો તેમને કોઈ જાતની ગરમ પાણી થી તકલીફ નથી થતી તે મંદિર ખાતે ઉના તાલુકાના આહીર ગોવિંદભાઇ જાખોત્રા, આહીર મનુભાઈ રામ તેમજ આહીર ધીરુભાઈ રામ દ્વારા એક ભવ્ય ધ્વજાં રોહણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
આ કાર્યક્રમ માં ગીર સોમનાથ જિલ્લા પંચાયત ના કારોબારી ચેરમેન ડાયાભાઇ જલોન્ધ્રા, નાથુભાઈ સોલંકી, બાબુભાઇ રામ, રામસીભાઇ લાખણોત્રા તેમજ અનેક આગેવાનો હાજર રહ્યા હતા જેમાં ઢોલ તેમજ પુષ્પ વર્ષા સાથે ધ્વજાં રોહાપ કરવામાં આવી હતી.
અહેવાલ આહીર કાળુભાઇ દીવ