પાટણ. એઆર. એબીએનએસ: પાટણ જિલ્લાના સમી ખાતે આવેલા સમી ગામના તળાવ કિનારે થળેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે જ્યાં હજારો ભક્તો ની આવન હોય અને હિન્દૂઑ માટે આસ્થા નું કેન્દ્ર હોય ત્યારે આ ધાર્મિક સ્થળે જ ગંદકી નું ભરપૂર સામ્રાજ્ય જોવા મળતા શ્રદ્ધાળુઑમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
અહીંયા તળાવ કિનારે ઠેર ઠેર ગંદકી નું સામ્રાજ્ય જોવા મળતા પંચાયત દ્વારા ગંદકી દૂર કરવામાં ન આવતી હોવાની બુમરાડ છે ત્યારે તાત્કાલિક ધોરણે પંચાયત દ્વારા ગંદકી દૂર કરવા લોક માંગ ઉઠી છે.
પૌરાણિક માન્યતા મુજબ આત્માના મોક્ષ માટે કોઈ વ્યક્તિ ના દેહ માંથી આત્મા ચાલ્યો જાય ત્યારે આ સંસાર માંથી આત્માના રુણા નું બંધન કાર્યમાંથી મુક્તિ માટે પરિવારજનો ધાર્મિક શાસ્ત્ર વિધિ વિધાન સાથે પિંડ દાન , મરણ ક્રિયા ,સરાવવા નું કર્મ કાંડ કરતા હોય છે.ત્યારે આ ધાર્મિક વિધિ વિધાન પવિત્ર નદી કિનારે ભગવાન ભોલેનાથના સાનિધ્ય માં થતી હોય છે.આવી જ ધાર્મિક વિધિ ઐતિહાસિક નગર એવાં સમી માં આવેલ ગામ તળાવ માં આવેલ થળેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં ધર્મ પ્રેમી મુમુક્ષુ દ્વારા ધાર્મિક વિધિ થાય છે.
આ વિધિ વિધાન માટે જતા ધાર્મિક લોકો ને તળાવ ના કિનારે ગંદકી ના સામ્રાજ્ય નો ભોગ બનવું પડે છે, ધાર્મિક કર્મ કાંડ માં ભૂદેવ તેમજ ધાર્મિક કર્મ કાંડમાં જોડાનાર સર્વ ધર્મપ્રેમીઑને ગંદકી ના વચ્ચે બેસી ને આવા સતકાર્ય કરવા પડતા હોય છે.
ત્યારે આવી પાવન જગ્યાઑમાં ધાર્મિક લોકો પોતાના વિધિ વિધાન કરી શકે તે માટે તળાવ કિનારે ઘાટ બનાવવા, મહિલાઓ માટે ટોયલેટ જેવી સુવિધા ઉભી કરવા ગુજરાત સરકાર ના પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડ માંથી સહાય મળે તે માટે યોગ્ય રજુઆત કરવા માં આવે તેમજ સમી ગામ તળાવ માં સ્વચ્છતા જળવાય તે માટે ધર્મ પ્રેમી જનતા ની માંગ ઉઠવા પામી છે.