Latest

જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે PMFME યોજના અંગે બેઠક યોજાઇ

એબીએનએસ, વી.આર.ગોધરા:
ગોધરા સ્થિત કલેકટર કચેરીના સભાખંડ ખાતે પંચમહાલ જિલ્લા કલેકટર આશીષકુમારના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ માટે PMFME યોજના અંગે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતુ કે વિવિધ જણસીના મુલ્ય વર્ધનના પ્રોજેક્ટ્સનો વ્યાપ વધે તથા યોજનાનો બહોળો પ્રચાર પ્રસાર થાય તે જરૂરી છે. બેઠકમાં ૧૧ પ્રોજેક્ટ્સને (અંદાજીત રૂપિયા ૨૯.૮૭ લાખની રકમના) બહાલી આપવામાં આવી હતી.

તેમજ કલેકટર દ્વારા યોજનાનો વ્યાપ વધારવા વિવિધ માધ્યમોનો ઉપયોગ કરી યોજના અંગે મહત્તમ લાભાર્થીઓ લાભ મેળવે તે બાબતના પ્રયાસો હાથ ધરવા જણાવવામાં આવ્યુ હતું.આ બેઠકમાં કમીટીના સભ્યો સાથે વિવિધ તાલુકાના ખેડુતો હાજર રહ્યા હોવાનું નાયબ બાગાયત નિયામક, પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું.: એબીએનએસ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરનું આકાશ ગુંજયું.. ભારતીય વાયુસેના દ્વારા ‘સહાયતા સેતુ – 2026’ નું સફળ આયોજન સાથે ભવ્ય સમાપન

જામનગર સંજીવ રાજપૂત, એબીએનએસ, ભારતીય વાયુસેના દ્વારા હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ…

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ખેડબ્રહ્મામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત યુવા સભા યોજાઈ

કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલી યુવા સભામાં મોટી…

1 of 147

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *