આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી જે.સી.ઠાકોરે પ્રભારી મંત્રીશ્રીને વિવિધ કામોથી અવગત કરાવ્યા હતાં તેમજ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિકાસલક્ષી કામો અંતર્ગત ૧૫% વિવેકાધિન (તાલુકા કક્ષા)ના રૂ. ૬૬૨.૫૫ લાખના ૨૪૫ કામો, ૫% પ્રોત્સાહક યોજના હેઠળના રૂ. ૧૦ લાખના ૩ કામો, ખાસ પ્લાન યોજના હેઠળના રૂ.૨૫ લાખની રકમના ૫ કામો તેમજ નગરપાલિકા વિવેકાધિન યોજના હેઠળના રૂ. ૭૭ લાખના ૧૦ કામો મળી કુલ રૂ.૭૭૪.૫૫ લાખના ૨૬૩ કામો મંજૂર કરવામાં આવ્યાં હતાં.
પ્રભારી મંત્રીશ્રીએ વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ ગ્રાન્ટ અને જોગવાઈઓ હેઠળ અગાઉ મંજૂર થયેલ પૈકી પ્રગતિ હેઠળના કામો અને શરૂ ન થયેલા કામો સત્વરે પૂર્ણ થાય તે અંગે સૂચન કર્યું હતું.