ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગરના આર્થિક સહયોગથી અને પરિવર્તન ટ્રસ્ટ મુ.ટોકરાળા દ્વારા આયોજિત રાજકોટ જીલ્લાના દસ ગામોમાં ધોરાજી તાલુકાના(1)વેગડી (2)ઉમરકોટ(3)ભુતવડ,ગોંડલ તાલુકાના(1)દાળિયા(2)મોટા ઉમવાડા(3)નાના મહિકા,રાજકોટ તાલુકાના(1)ઢાઢંણી(2)ઢાઢિયા (3)ભુપગઢ(4)હલેન્ડા
પાટણ જીલ્લાના દસ ગામો સાંતલપુર તાલુકાના (1)બાબરા(2)પાટણકા(3) સિધાડા શંખેશ્વર તાલુકાના(1)જેસડા (2)પાડલા(3)દાંતીસણા અને પાટણ જીલ્લાના(1)ખારીવાવડી(2) ચંદૃમણા(3)ભદ્રાડા(4)આંબલીયાસણ ગામોમાં પર્યાવરણને અનુકુળ જીવનશૈલી અંતગૅત તાલીમ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવેલ જેમાં તારીખ ૨૫/૦૮/૨૦૨૨ થી તારિખ ૧૪/૦૯/૨૦૨૨ સુધીમાં તમામ વીશ ગામોમાં કાર્યક્રમ યોજવામાં આવેલ પરિવર્તન ટ્રસ્ટ સંસ્થાની ટીમ દ્વારા પ્રેજન્ટેશન દ્વારા સમજૂતી આપી
અને પર્યાવરણ બચાવો ઉર્જા બચાવો પાણી બચાવો,વૃક્ષો વાવો, વૃક્ષોનું જતન કરો,દરિયાઈ જીવસૃષ્ટી,પ્રદુષણના પ્રકારો અને નિવારણો,ઘન કચરાનો યોગ્ય નિકાલ અને વ્યવ્સ્થાપન પદ્વતિ,પ્લાસ્ટિકનો ઉપયોગના કરવો અને સાપસિડી ગેમની રમત દ્વારા વિવિધ સંદેશો પહોંચાડયો આમ વિવિધ વિષય પર સરળ સમજુતી આપવામાં આવેલ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવતી હતી
ગામના સરપંચો,સભ્યઓ, આંગણવાડી કાર્યકરો આશાવર્કર બહેનો તેમજ પર્યાવરણ પ્રેમી દ્વારા ગામોમાં કાર્યક્રમ શરૂ કરી આ કાર્યક્રમને સફળ બનાવવા પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઇ સોલંકી અને સંસ્થા ટીમના પરમાર જયકિશન, સેનમા નરેશભાઈ,જગદીશભાઈ તથા સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહમત ઉઠાવવામાં આવી
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા