Latest

અમદાવાદ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવતા તથા ખાનગી વ્યક્તિઓને ‘કેશલેસ’ તબીબી સારવાર પૂરી પડાશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ/અધિકારીઓ, સુરક્ષા દળો તથા ખાનગી વ્યક્તિઓને ‘કેશલેસ’ તબીબી સારવાર પૂરી પાડવામાં આવશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમદાવાદની કે. ડી. હોસ્પિટલ અને ઝાયડસ હોસ્પિટલ સાથે આ માટે MoU કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આગામી સમયમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા યોજાનાર તમામ ચૂંટણીઓ અન્વયે ચૂંટણી ફરજો દરમિયાન હિંસક કૃત્ય/અકસ્માતના લીધે ઇજા પામેલ કે આકસ્મિક બીમાર થયેલ ચૂંટણી કાર્યમાં રોકાયેલ મુલ્કી કર્મચારીઓ/અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ/અધિકારીઓ, કેન્દ્રીય/અન્ય રાજ્યના સુરક્ષા દળો તથા ચૂંટણી ફરજ પરના તમામ ખાનગી સ્ટાફને (રીક્વિઝિટ કરેલ ખાનગી વાહનના ડ્રાઈવર/ક્લીનર અને ચૂંટણી ખર્ચ નિયંત્રણ ટીમોના ખાનગી વિડિયોગ્રાફર સહિત તમામ) ‘કેશલેસ’ તબીબી સારવાર મળી રહે તે બાબતે ઠરાવ કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત ચૂંટણીની જાહેરાતથી લઈને ચૂંટણીનું પરિણામ જાહેર થાય ત્યાં સુધીના સમયગાળા દરમિયાન ફરજરત દરેક કર્મચારીને કેશલેસ સારવાર મળવાપાત્ર થશે.

આ ઠરાવ અનુસાર ચૂંટણી ફરજ સાથે સંકળાયેલા તમામ સ્ટાફને રાજય સરકારની જિલ્લા/તાલુકા કક્ષાએ આવેલ હોસ્પિટલો, મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવશે. આ અંગે બહારની દવાઓ/ઇમ્પ્લાન્ટ્સનો ખર્ચ હોસ્પિટલના કન્ટીજન્સી ખર્ચમાંથી કરવામાં આવશે.

ઈજાગ્રસ્ત/આકસ્મિક બીમાર થયેલ ચૂંટણી ફરજ પરની વ્યક્તિને રાજ્ય સરકાર દ્વારા PMJAY યોજના હેઠળ empanelled કરાયેલ હોસ્પિટલો ખાતે કેશલેસ સારવાર મળવાપાત્ર રહેશે.

ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ સ્ટાફને રાજય સરકારની ત્રણ અનુદાનિત હોસ્પિટલો યુ. એન. મહેતા ઇન્સ્ટિટયૂટ, એમ. પી. શાહ કેન્સર હોસ્પિટલ અને ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર ખાતે નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવશે તથા તેનો સંભવિત ખર્ચ સરકાર દ્વારા અનુદાનથી રી- એમ્બર્સ કરવામાં આવશે.

આ ઠરાવ અનુસાર અમદાવાદ જિલ્લામાં ચૂંટણી કાર્યમાં રોકાયેલા કર્મચારીઓ/અધિકારીઓ, સુરક્ષા દળો તથા ખાનગી વ્યક્તિઓને ‘કેશલેસ’ તબીબી સારવાર પૂરી પાડવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કે. ડી. હોસ્પિટલ અને ઝાયડસ હોસ્પિટલ સાથે સારવાર પૂરી પાડવા માટે MOU કરવામાં આવ્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *