ગુજરાત ના યુવા આગેવાન રસિક ચાવડા એ સોનમ વાંગચુક ને સમર્થન કર્યું છે. જે લદાખ માં છેલ્લા ૨૧ દિવસથી ઉપવાસ પર છે.તેઓ એક સાઇન્ટીસ્ટ છે અને તેઓ અમુક માંગોને લઈને આંદોલન કરી રહ્યા છે. તેઓનું આંદોલન પર્યાવરણને બચાવવા માટે પ્રકૃતિને બચાવવા માટે છે. ભવિષ્યમાં પડનારી પર્યાવરણીય સમસ્યાઓને કારણે તેઓ આંદોલન પર છે.
ત્યાં ઉદ્યોગીકરણને કારણે બરફ પીગળે છે ભવિષ્યમાં વધારે ઉદ્યોગ આવશે તો વધુ બરફ પીગળશે અને લદાખ ના પર્યાવરણને નુકસાન થશે. ત્યાં ઓલરેડી લોકો ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ લોકો વાપરે છે.ગ્લોબલ વોર્મિંગથી બચવા એક સાયન્ટિસ્ટ માંગો કરી રહ્યા છે તે માંગો સ્વીકારવામાં આવે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જ ની થનાર અસરો પર તે કામ કરી રહ્યા છે.
લોકલ વ્યક્તિને તેની થનારી અસરો પણ વધારે ખબર હોય. બધી વસ્તુઓમાં પ્રવાસન અને ઉદ્યોકરણ ન હોવું જોઈએ, પર્યાવરણ અને માનવતા પણ હોવી જોઈએ.
એક સાયન્ટિસ્ટ જ્યારે ઉપવાસ પર ઉતરે તો આપણે સૌને નૈતિક ફરજ છે પ્રકૃતિ બચાવવાની ફરજ છે તો આપણે તેને સાંભળવો જોઈએ. સોનમ વાંગચુક એ પર્યાવરણ અને કુદરતને સંપદા ને બચાવવા માટે ઉપવાસ કરી પોતાની માંગો સાથે ઉતરેલ છે ત્યારે રસિક ચાવડા એ તેમનું સમર્થન કર્યું છે.