bhavnagarBreaking NewsCrimeGujarat

સોના-ચાંદિના દાગીના સહિત કુલ રૂ.૨૭,૭૫૦/-ના મુદ્દામાલ સાથે એક મહિલાને ઝડપી ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા એલ.સી.બી.ના અધિકારીઓ/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

તા.૨૯/૦૩/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.નાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કતસંબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,ભાવનાબેન ઉર્ફે ગોગી ડાયાભાઇ સોલંકી રહે.ઝુંપડામાં,રબ્બર ફેકટરીથી માધવદર્શનવાળા રોડ ઉપર જવાહર મેદાનમાં,ભાવનગર વાળી તેના હાથમાં રહેલ થેલીમાં સોના-ચાંદીના દાગીના તથા બીજી વસ્તુઓ લઇને તેના ઝુંપડા પાસે ઉભેલ છે.જે સોના-ચાંદીના દાગીના તથા બીજી ચીજવસ્તુઓ કયાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવી તપાસ કરતાં નીચે મુજબનાં મહિલા આરોપી હાજર મળી આવતાં તેની પાસેથી મળી આવેલ નીચે મુજબના મુદ્દામાલ સંબંધી પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપેલ ન હોય.તેણે આ તમામ દાગીના તથા ચીજવસ્તુઓ તથા ઘડિયાળો ચોરી અગર તો છળકપટ થી મેળવેલ હોવાનું જણાતા શક પડતી મિલ્કત તરીકે તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.તેની વધુ પુછપરછ કરતાં આજથી ત્રણ-ચાર દિવસ પહેલાં તેનો કાયદાના સંઘર્ષમાં આવેલ દિકરો તથા તેનો મિત્ર સોના-ચાંદીના દાગીના રૂપાણી પાસે આવેલ ચંપા ટાવર પાસે આવેલ મકાનમાંથી ચોરી કરેલ લાવેલ હોવાનું અને બાકીનો તમામ સામાન તથા ઘડિયાળો અગાઉ કયાંકથી ચોરી કરી લાવેલ હોવાનું જે સામાન પોતે વેચવા માટે જતી હોવાનું જણાવેલ.જેથી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ આરોપીઃ-
1. ભાવનાબેન ઉર્ફે ગોગી ડાયાભાઇ સોલંકી ઉ.વ.૪૫ રહે.ઝુંપડામાં,રબ્બર ફેકટરીથી માધવદર્શનવાળા રોડ ઉપર જવાહર મેદાનમાં,ભાવનગર મુળ-દે.પુ.વાસ,તિલકનગર,ભાવનગર
2. કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ( ડિટેઇન કરવાના બાકી)
શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-ભાવનગર,ઘોઘા રોડ પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૮૨૪૦૩૮૫/૨૦૨૪ ઇ.પી.કો.કલમઃ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા પો.સબ.ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા તથા સ્ટાફનાં મહેન્દ્દભાઇ ચૌહાણ,વિઠ્ઠલભાઇ બારૈયા,અનિલભાઇ સોલંકી,કેવલભાઇ સાંગા,રાજેન્દ્દભાઇ બરબસીયા,લગ્ધીરસિંહ ગોહિલ,જાગૃતિબેન કુંચાલા જોડાયેલ હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

1 of 433

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *