Latest

સંરક્ષણ સચિવે ભારતીય તટરક્ષક ઉત્તર-પશ્ચિમ પ્રદેશની મુલાકાત લીધી

અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારત સરકારના સંરક્ષણ સચિવ ગિરિધર અરમાણેએ 28-29 માર્ચ 2024ના રોજ ભારતીય તટરક્ષક ઉત્તર પશ્ચિમ ક્ષેત્રની સુવિધાઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે 28 માર્ચ 2024ના રોજ ઓખા ખાતે હોવરક્રાફ્ટ મેન્ટેનન્સ યુનિટ (HMU) માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદ્ઘાટન કર્યું હતું. 29 માર્ચ 2024ના રોજ શ્રીમતી ગાયત્રી અરમાણે દ્વારા વેરાવળમાં આવેલા ઇનાઝ વિલેજ ખાતે તટરક્ષક OTM અને મેરિડ એકમોડેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સંરક્ષણ સચિવને ઓખા ખાતે આગામી 200 મીટરના ICG જેટ્ટીના બાંધકામ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. સંરક્ષણ સચિવે ICG દ્વારા તેમની જવાબદારીના ક્ષેત્રમાં રાષ્ટ્રીય દરિયાઇ હિતોની સુરક્ષામાં તેમણે ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી.

હોવરક્રાફ્ટ્સને ઓખા અને જખૌ ખાતે કચ્છના અખાતમાં AoR ખાતે છીછરા પાણીમાં અને ગુજરાતના દરિયાકાંઠાના ભેજવાળા પ્રદેશોમાં 50 ટાપુઓમાં સર્વેલન્સ જાળવવા માટે તૈનાત કરવામાં આવેલ છે.

હોવરક્રાફ્ટ મેન્ટેનન્સ યુનિટ (HMU) માટેની ફીલ્ડ સુવિધા આ હોવરક્રાફ્ટની સમયસર ટેકનિકલ સહાય, જાળવણી અને મેન્ટેનન્સને સક્ષમ કરશે જે બદલામાં શ્રેષ્ઠ ઓપરેશનલ ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરશે અને કોઈપણ પરિચાલન સંબંધિત જરૂરિયાતને પહોંચી વળવા માટે હંમેશા તૈયાર સ્થિતિમાં રાખશે.

હોવરક્રાફ્ટ મેન્ટેનન્સ યુનિટ (HMU) સુવિધાઓમાં ટેકનિકલ સહાય, ઓફિસ ઇમારત, વર્કશોપ અને જાળવણી વિસ્તાર માટે ACV પાર્કિંગનો સમાવેશ થાય છે.

વેરાવળના ઇનાઝ ગામ ખાતેના તટરક્ષક રહેવાસી વિસ્તાર (CGRA)માં 60 જેટલા મેરિડ આવાસ, અનલ વેધર હેલિપેડ (75×75 મીટર), ગૌણ અધિકારીઓ અને નાવિકો માટે રહેવાની સગવડ, પરેડ ગ્રાઉન્ડ અને મેસનો સમાવેશ થાય છે.

હેલિપેડની ઉપસ્થિતિ વેરાવળમાં વિવિધ કામગીરીમાં વ્યૂહાત્મક લાભ ઉમેરે છે જેમાં સમુદ્રી કટોકટીઓ, શોધ અને બચાવ મિશન તેમજ સર્વેલન્સ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

ICG પ્રાદેશિક હેડક્વાર્ટર (ઉત્તર પશ્ચિમ)ની સ્થાપના 16 ડિસેમ્બર 2009ના રોજ ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. તે ગુજરાત, દમણ અને દીવમાં સમુદ્રી ઝોનમાં ICGના મેન્ડેટેડ ચાર્ટરનો અમલ કરે છે. ગુજરાત રાજ્ય પાકિસ્તાન સાથે રાષ્ટ્રીય IMBL ધરાવે છે.

ICG દ્વારા બર્થિંગ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે જે એડવાન્સ્ડ સપાટી અને હવાના પ્લેટફોર્મના સંચાલન માટે ICGને સગવડોથી સજ્જ કરવા માટે ભારત સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

વાડીનાર ખાતે તાજેતરમાં ઉદ્ઘાટન કરાયેલ જેટ્ટી ઉપરાંત, ICG દ્વારા પોરબંદર ખાતે 100 મીટર જેટ્ટી એક્સ્ટેંશન અને મુંદ્રા ખાતે 125 મીટર જેટ્ટી ઉપરાંત ઓખા ખાતે 200 મીટર જેટ્ટીનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમોમાં ભારતીય તટરક્ષકના મહાનિદેશક, ડાયરેક્ટર જનરલ રાકેશ પાલ, AVSM, PTM, TM, કમાન્ડર કોસ્ટ ગાર્ડ રિજન (NW) ઇન્સ્પેક્ટર જનરલ એકે હરબોલા, TM, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પોલીસ અધિકારી-કર્મચારીઓ માટે પોલીસ ભવન ખાતે બે દિવસીય નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરાયું

ગાંધીનગર, સંજીવ રાજપૂત: પોલીસ મહાનિદેશકની કચેરી ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી…

જામનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જામનગર, સંજીવ રાજપૂત: જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી…

જામનગર જિલ્લા પંચાયત ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કુપોષિત બાળકોને પોષણ કીટ અર્પણ કરવામાં આવી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગરચરના અધ્યક્ષ…

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

1 of 558

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *