અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર વિસ્તારમાં રહેતા પરિવારના ચાર સભ્યો કે જેઓ આર્થિક સંકડામણના/ કારણે આત્મહત્યા કરવાના ઇરાદે ઘરેથી નિકળી ગયેલ, આ અંગેની જાણ થતાં જ ગુમ થનાર પરિવારના મોબાઇલ લોકેશન મેળવી ત્વરિત કાર્યવાહી હાથ ધરી
ગણતરીના કલાકોમાં તે પરિવારને સાબરમતી રીવરફ્રન્ટથી શોધી કાઢેલ, ત્યારબાદ તે પરિવારને સમજાવી તેઓને મનોબળ પુરૂ પાડી આત્મહત્યા કરતાં અટકાવેલ, આ તમામ પોલીસ કર્મચારીઓને પ્રશંસાપત્ર આપી બિરદાવવામાં આવેલ. જેમાં PI બી. એસ. જાડેજા – ઇસનપુર પોલીસ સ્ટેશન તેમજ તેમની ટીમ સર્વેલન્સ PSI એન. આર. સોલંકી, PC સંજય રાજાભાઇ બ. 7139, PC યુવરાજસિંહ ગજેન્દ્રસિંહ બ. 12198, PC જયેશ મધુભાઈ બ. 11484નો સમાવેશ થાય છે.પોલીસ કમિશ્નર પરિવારને પણ રુબરુ મળ્યા અને સાંત્વના આપેલ. અભિનંદન પીઆઇ જાડેજા ઇસનપુર અને પોલીસ ટિમ.