અંબાજી ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ, આખું ધામ દેશભક્તિ ના રંગે રંગાયું
શક્તિ ભક્તિ અને અસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. થોડા સમયમાં સ્વતંત્રતા દિવસ પર્વની ઉજવણી થઈ રહી છે. અંબાજી થી 3 કિલોમીટર દૂર ગબ્બરના પહાડ પર પ્રસિદ્ધ નવદુર્ગા મંદિર આવેલું છે. ગબ્બર ચાલતાં જવાના માર્ગ પર આ મંદિર પર મંદિરનાં મહંત અને મહારાજ દેશભક્તિ ના રંગે હાથ માં તિરંગો ફરકાવ્યો હતો.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા દરેક ગામો મા યોજાઇ રહી છે ત્યારે ગબ્બર પર્વત પર આવેલા મંદિર પર આઝાદીના 75 વર્ષ પુરા થતા હોઈ મંદિરના મહંત દ્વારા દેશ ભક્તિ કરવામાં આવી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી