રિપોર્ટર જયરાજ ડવ ગઢડા બોટાદ
ગઢડા મુકામે શ્રી ગોપીનાથજી દેવ મંદિર દ્વારા સ્વામિનારાયણ ભગવાને શરૂ કરેલી ૨૦૦ વર્ષ પૂર્વે ની જળ જીલણી એકાદશી ના સમૈયા ની ઉજવણી કરવામાં આવી મંદિરના ગર્ભ ગૃહમાં સંતો દ્વારા સોનાની પાલખીનું પૂજન કરી પાલખીમાં ઠાકોરજી ને બેસાડી જળયાત્રા નીકળી પવિત્ર ઘેલો નદીમાં ઢોલ નગારા અને સાધુ સંતો દ્વારા શાસ્ત્રો વિધિવત નૌકાવીહાર કરવામાં આવ્યો મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયું કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવાય
જિલ્લાના ગઢડા ખાતે આવે સુપ્રસિદ્ધ શ્રી ગોપીનાથજી દેવ મંદિર આવેલ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ પોતે અહીં 29 વર્ષ રહ્યા હતા અને અહીં ભગવાન પોતે જે પવિત્ર ઘેલો નદીમાં સ્નાન કરતા હતા તે નદીમાં આજે ઠાકોર જી જળ ઝીલવા ગયા મંદિરના ગર્ભ ગૃહમાં સોનાની પાલખીની સંતો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી
ત્યાર બાદ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ભગવાનની જળ યાત્રા કાઢવામાં આવી પવિત્ર ઘેલાનદીના કાંઠે નૌકા વિહાર કરવામાં આવ્યું તેમજ શહેરમાં લોકમેળા નું પણ આયોજન કરવામાં આવ્યું વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી નહી યોજાયેલા ઉત્સવ બાદ ચાલુ વર્ષે પાણીની વ્યવસ્થા અને અનૂકુળ વાતાવરણ ના કારણે આજે જળજીલણી એકાદશીનો સમૈયો ગોપીનાથજી દેવ મંદિર ખાતે ધામધૂમપૂર્વક ઊજવવામાં આવ્યો.
આજથી ૨૦૦ વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને શરૂ કરેલી આ પરંપરા અને ધર્મકાર્ય સાથે નો લોકોત્સવ આ વર્ષે પરંપરાગત રીતે રંગેચંગે ઉજવવા માં આવ્યો. આ માટે જળયાત્રા તથા નૌકાવિહાર અને મંદિર ના ગર્ભગૃહ માં ધાર્મિક પૂજન વિધિ પરંપરાગત રીતે કરવામાં આવી જેનો સમગ્ર સાધુ સંતો હરીભકતોએ લાભ લીધો અને મોટી સંખ્યામ પોલીસ બંધોબસ્ત પણ ગોઠવાયો હત