કપિલ પટેલ દ્વારા અરવલ્લી
આજરોજ ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ આઝાદીના ૭૫ વર્ષ પુરા કરી ભારત વર્ષે ૭૬ મા આઝાદીના વર્ષે પ્રવેશ કર્યો. આઝાદીના અમૃત મહોત્સવ માન.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાહન મુજબ રાણજીપુરા પ્રાથમિક શાળામા(ઉવારસદ,તા.જિ.ગાંધીનગર) ભવ્ય સાંસ્કૃતીક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
રાજય સરકાર દ્વારા નિયત કરેલા કાર્યક્રમો રોજેરોજ અમારી શાળામા યોજવામા આવતા હતા. પ્રભાત ફેરીમાં શાળાના બાળકો તથા ગ્રામજનોમાં દેશ પ્રત્યેનો અગાથ પ્રેમભાવ જોવા મળ્યો હતો. આજ ઉત્સાહ સાથે અમારી શાળામાં ૧૫ મી ઓગસ્ટની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના કાર્યક્રમને સફળ બનાવવા માટે સવારના ૬-૦૦ કલાકથી શાળાના સભ્યો દ્વારા પોતપોતાની જવાબદારી સંભાળીને તૈયારીઓ શરુ કરવા કામે લાગી ગયા હતા,જેમાં શાળાની સજાવટથી માંડીને બાળકોને તૈયાર કરવા,ધ્વજારોહણ વિધિ વગેરેની તૈયારીઓમા મન લગાવીને પરોવાઇ ગયેલ.
અમારી શાળામાં વર્ષ ૧૯૮૪ પછી પ્રર્થમવાર એટલે કે,૩૮ વર્ષમા પ્રથમવાર ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ શુભ ઘડીને અને શાળાના આચાર્ય કામીનીબેન પટેલના આમંત્રણને માન આપી. ગાંધીનગર તાલુકા પંચાયતના સદસ્ય મહોતજી બબાજી ઠાકોર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી, શાળાની શોભા વધારી હતી.
શાળાના આચાર્ય કામીનીબેન પટેલ દ્વારા મુખ્ય મહેમાન મહોતજી બબાજી ઠાકોરનુ શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવેલ. ગામના ૭૫ વર્ષ પૂર્ણ થયેલ તમામ વડીલોનુ પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ. ત્યાર બાદ વંદેમાતરમ, ઝંડાગીત, રાષ્ટ્રગીતના ગુંજન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ. ધ્વજ વંદન કર્યા પછી શાળાના બાળકો દ્વારા અદભુત એકએકથી ચઢીયાતા દેશભક્તિને લગતા કાર્યક્રમો રજૂ કરવામા આવેલ. જેથી સમગ્ર ગામમાં આનંદ છવાઇ ગયેલ.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના બાળકો,શાળા પરિવાર,વાલીઓ તથા ગ્રામજનોનો આચાર્ય કામિનિ બેન દ્વારા આભાર વિધિ કરીને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ. બાળકો તથા ઉપસ્થિત ગ્રામજનો માટે સરસ મજાના ચા-નાસ્તાની લીજ્જત લઇ સૌ એ વિદાય લીધી હતી.