ગાંધીનગર, સંજીવ રાજપૂત:
ગાંધીનગરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાનાં મિશન અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા જાહેરમાં ગંદકી કરતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા એકમો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં શહેરનાં વિવિધ માર્કેટ વિસ્તાર ખાતે સતત ઝુંબેશ સ્વરૂપે કાર્યવાહી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૫ દિવસ દરમ્યાન સેનિટેશન વિભાગ દ્વારા જાહેરમાં ગંદકી કરતા ૧૩૬ ઇસમો સામે કાર્યવાહી કરી રૂ.૪૫,૪૫૦/- વહિવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે સાથે જ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા ૧૨૪ એકમો પાસેથી રૂ.૬૬,૫૦૦ /- વહિવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.
આવનારા દિવસોમાં સમગ્ર ગાંધીનગર મહાનગરપાલિકાનાં તમામ વોર્ડમાં ઉગ્ર ઝુંબેશ ચલાવવામાં આવશે અને જાહેરમાં ગંદકી કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા ઈસમો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.