અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે અને આ શક્તિપીઠ ખાતે હાલમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે ત્યારે ભક્તોના ભારે ઘસારાને લઈને અમદાવાદના સેવન ડાયમંડ ગ્રુપ દ્વારા બુધવારે સવારે વાસ્તુ નવચંડી યજ્ઞ નો પ્રારંભ થયો હતો.
બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી અહીં પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને તમામ આવેલા લોકો માટે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગણેશ ફૂડ કોર્ટ ના ઓપનિંગ કાર્યક્રમ મા પરમ પૂજ્ય શ્રી જગુબાપા અને પરમ પૂજ્ય શ્રી હિતુબાપા ના હસ્તે શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દાંતા રાજવી પરિવારના સભ્યો પણ હાજરી આપી શુભકામના આપી હતી.
અહીં ગુજરાતની નાસ્તા તેમજ જમવાની ક્વોલિટી અલગ અલગ ટેસ્ટ સાથે એકજ જગ્યાએ લોકોને મળી શકે તેવું આયોજન પાક્ષિક પટેલ, વિજય પટેલ અને પાર્થ પટેલ ની કંપની સેવન ડાયમંડ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. અંબાજી થી 5 કિમી દૂર પાસાં ગામ ખાતે શરૂ થયું છે.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી