શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી મંદિરમાં કેટલાક ભક્તો દર્શન કરવા આવતા હોય છે
ત્યારે કેટલાક ભકતો પોતાનો સામાન પણ ભૂલી જતા હોય છે,ત્યારે આજે પણ માનવતા જોવા મળી રહી છે.આજે અંબાજી મંદિર મેનગેટ ની બાજુમાં એક બેગ (પર્સ) શંકાસ્પદ લાગતા મળતાં તેને ચેક કરી ને જોતા ત્યા હાજર GISFના જવાન ફરજ બજાવતા ડાભી નારાયણસિહ બી અને કાંતીભાઇ પરમારએ ચેક કરતા અંદર બે મોબાઇલ તથા રોકડ રકમ તથા કિંમતી સામાન મળી આવેલ તથા માલીક નો મોબાઈલ નંબર મળતાં પર્સ ના માલીક ને ફોન કરી મુળ કર્ણાટક ના વતની અહીથી 50 કીમી દુર ચલા ગયા હતા
એમને ઘરે કોન્ટેક કરીને પરત બોલાવેલા તેઓ ફરજ બજાવતા ડાભી નારાયણસિંહ બોલાવેલ અંને તેના મુળ માલીક ને પરત સોપેલ ઈમાનદારી પુર્વક ઉમદુ ઉદાહરણછે…મુળ માલીક બહુ દૂર કર્ણાટક ના રહેવાસી હતા અને દર્શન કરવા આવ્યા હતા તેઓ પાછા આવતા એટલા ખુશ થયા કે એમને ખુશીનો કોઈ પાર ન રહ્યો. આમ અંબાજી મંદિરમાં જીઆઇએસએફએસ જવાન ભૂતકાળમાં પણ સુંદર કામગીરી કરેલ છે અને આજે પણ સુંદર કામગીરી કરી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી