Latest

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રી(GCCI)ના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહ્યા.

આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે GCCIની 75 વર્ષની યશગાથા વર્ણવતી વિડિયો ફિલ્મ લોન્ચ કરવામાં આવી હતી. વધુમાં, આ પ્રસંગે GCCI દ્વારા આવતા વર્ષે યોજાનારા GCCI એન્યુલ ટ્રેડ એક્સ્પો – GATE 2025ની જાહેરાત કરવામાં આવી હતી તથા તેની વિગતો અને આયોજન દર્શાવવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GCCIના વાર્ષિક સ્નેહમિલન પ્રસંગે GCCIના સ્થાપક કસ્તુરભાઈ લાલભાઈની દિવ્ય ચેતનાને વંદન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ અને કાર્યશક્તિના ફળ ગુજરાતને હરહંમેશ મળતા રહ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યમાં વેપાર ઉદ્યોગ માટે સાનુકૂળ વાતાવરણ, જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત માળખાગત જરૂરિયાતોની વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી.

રાજ્યની વિકાસ યાત્રાના વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં સાબરમતીની કાયાપલટ થકી સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ પામ્યો. તેમણે સૌને સાથે રાખીને રાજ્યને વિકાસના માર્ગે અગ્રેસર રાખ્યું હતું. તેમના માર્ગદર્શનમાં શરૂ થયેલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આજે ટોચની 500 કંપનીમાંથી 100થી વધુ કંપનીઓ ગુજરાતમાં કામ કરી રહી છે એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગ્રીન એનર્જી, સેમિકન્ડકટર જેવા નવીન ક્ષેત્રોમાં આપણે ઉત્તમ વિકાસ સાધી રહ્યા છીએ, તો સાથે સાથે પ્રાકૃતિક કૃષિ જેવી મુહીમના લીધે આપણે મિશન લાઈફનો મંત્રને પણ સાકાર કરી રહ્યા છીએ.

‘યહીં સમય હે, સહી સમય હે’ એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં આજે ધંધા રોજગાર સહિત દરેક ક્ષેત્રે સોનેરી સમય છે અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસનો મંત્ર સાકાર થઈ રહ્યો છે.

મુખ્યમંત્રીએ વિકસિત ભારતના નિર્માણમાં GCCI સહીત વેપાર ઉદ્યોગોનું યોગદાન મહત્વનું રહેવાનું છે એમ જણાવીને સૌને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે શિવાનંદ આશ્રમના સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, પરિવર્તન એ સંસારનો નિયમ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક સમયમાં દરેક ક્ષેત્રે પરિવર્તન જરૂરી બન્યું છે. આધુનિક સમયમાં જીવનમાં સુખ દુઃખ, જીવનમૂલ્યો અને સામાજિક આદર્શોના પરિમાણો બદલાયા છે ત્યારે આપણી આવનારી પેઢી વધુ ચારિત્ર્યવાન બને એ આપણી સૌની જવાબદારી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન પદ્મ શ્રી સવજીભાઈ ધોળકીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મૃદુ અને મક્કમ નેતૃત્વ તથા ત્વરિત નિર્ણય શક્તિના લીધે રાજ્ય આજે વિકાસના માર્ગે તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. જીવનમાં વેપાર ધંધા સાથે સમાજ સેવા કરવાથી અને સમાજને પાછું આપવાથી અનેરો આત્મસંતોષ મળે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

GCCIના પ્રમુખ સંદીપભાઈ એન્જિનિયરે સ્વાગત સંબોધન કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસના બે વર્ષ હમણાં જ પૂર્ણ થયા છે.
મુખ્યમંત્રીના નેતૃત્વમાં આજે વિવિધ બિઝનેસ ફેન્ડલી પોલિસી, સહાયો અને યોજનાઓના યોગ્ય અમલીકરણના લીધે રાજ્યમાં વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે ખરાં અર્થમાં ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ની સંકલ્પના સાકાર થઈ રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

GCCIના વાર્ષિક સ્નેહમિલનમાં અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય કૌશિકભાઈ જૈન, હર્ષદભાઈ પટેલ અને અમિતભાઈ ઠાકર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, GCCIના પૂર્વ પ્રમુખ અજયભાઈ પટેલ, GCCIના હોદ્દેદારો અને સભ્યો, વિવિધ કમિટીઓના પ્રમુખ તથા કમિટીના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

પાટણ : જિલ્લા વિકાસ અધિકારીએ રાધનપુર તાલુકાના કામલપુર(ધ) ગામે પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત કરી

એબીએનએસ પાટણ: પાટણ જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિએ આજરોજ રાધનપુર તાલુકાના…

પંચમહાલ જિલ્લાના ગોલ્લાવ જિલ્લા પંચાયતના વિવિધ ગામોમા નવીન રસ્તાઓનું ખાત મુહુર્ત કરવામા આવ્યું

એબીએનએસ, ગોધરા પંચમહાલ: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મિરપ, દહિકોટ, અને તળાવ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *