Latest

ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા રાજયના ઝોન ૮ના ડાયરેક્ટરશ્રીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથની મૂલાકાત લીધી

ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા રાજયના ઝોન ૮ના ડાયરેક્ટરશ્રી ડે.એસ.કે.રોય, આઈ.સી.એ.આર, અટારી-પૂને દ્રારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મૂલાકાત કરવામાં આવી હતી. તેમણે કેવિકે દ્રારા આયોજીત ખેડૂત સભા દરમિયાન વાર્તાલાપ કર્યો અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમ ડે.એચ.સી. છોડવડીયા, એડીઈ-જૂયુ-જૂનાગઢ, શ્રી કિરીટભાઈ જસાણી-પ્રોગ્રામ મેનેજર, અંબુજા ફાઉન્ડેશન અને કૃપિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈિજ્ઞાનિક અને વડાથી જીતેન્દ્ર સિંહની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ કાર્યક્રમ બાદ અતિથિશ્રીઓએ કેવીકેના વિવિધ પ્રદર્શન એકમો જેવા કે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, માટી અને પાણી પરિક્ષણ પ્રયોગશાળા, ગૃહ વિજ્ઞાન પ્રયોગશાળા, કેવીકે મ્યુઝીયમ, મરઘાપાલન ડેમો યુનિટ, પ્રાકૃતિક કૃષિ ડેમો યુનિટ, એઝોલા-વર્મિકમ્પોસ્ટ યુનિટ તથા કેવિકે દ્રારા પ્રમોટેડ SFPCL FPO વગેરેની મૂલાકાત લીધી. મુખ્ય અતિથિ એવા ડાયરેક્ટરશ્રીએ કેવિકે ટીમ દ્રારા કરવામાં આવતી પ્રવૃતિઓ અંગે વાર્તાલાપ કરી પ્રશંસા કરેલ અને અભિનંદન પાઠવ્યા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *