રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
ગુજરાત અને મહારાષ્ટ્રમાં શ્રાવણ મહિનાના પવિત્ર તહેવારની શરૂઆત આજથી જઈ છે જ્યારે ઉત્તર ભારત માં ગુજરાતના ૧૫ દિવસ પહેલા જ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ જતી હોય છે સુરત માં વસતા પરપ્રાંતીયો અને ગુજરાતીઓ શ્રાવણ મહિનામાં ખાસ કરીને સોમવારે કાવડીયાત્રા કાઢતા હોય છે.આ કાવડયાત્રા માં વપરાશ માં લેવામાં આવતા સામાન ની ખરીદીમાં ૨૦ ટકા જેટલો વધારો થયો છે.
શ્રાવણ મહિનામાં શિવ ભક્તો શ્રાવણના સોમવારે યાત્રા કાઢતા હોય છે આ કાવડીયાત્રા દરમિયાન શિવભક્તો કાવડ કાવડમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સામગ્રી જેવી કે લાકડી,ધજા,તાંબાના લોટા કંટી સહિત કેસરી ધોતી ના વસ્ત્રો નીં ખરીદી કરતા હોય છે.છેલ્લા બે ત્રણ વર્ષથી કોરોનાના કારણે કાવળયાત્રા થતી ન હતી.ગત વર્ષે પણ કાવડયાત્રામાં ખૂબ જ ઓછા લોકો જોડાયા હતા. જોકે આ વખતે કાવળયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. જેના કારણે યાત્રામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીના વેચાણમાં ૨૦% જેટલો વધારો થયો છે ખાસ કાવડયાત્રાનો સામાનનું વેચાણ કરતા
દુકાનદારોને છેલ્લા બે વર્ષથી નુકસાન થતું હતું. ગયા વર્ષે પણ થોડો ઘણો સામાન વેચાયો હતો. પરંતુ આ વખતે સારી એવી ખરીદી જોવા મળી રહી છે .હાલમાં ઉત્તર ભારતીય નો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે .તેમાં લોકોએ ધજા કાવડ કાંટી સહિત અન્ય ઘણી વસ્તુઓની ખરીદી કરી હતી.આજથી ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆત જઈ છે ત્યારે હજુ પણ ખરીદીની શક્યતા વધી છે. આ વખતે ઘણા લોકો સોમવારના રોજ કાવડયાત્રામાં જોડાઈ રહ્યા છે બે સોમવારથી દુકાનમાં સારૂ એવું વેચાણ થયું છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં શ્રાવણ મહિનાના પવિત્ર તહેવારની શરૂઆત આજથી જઈ છે..
ઉત્તર ભારત માં ગુજરાતના 15 દિવસ પહેલા જ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ જતી હોય છે.
શ્રાવણના સોમવારે કાવડીયાત્રા
યાત્રા કાઢતા હોય છે….
લાકડી,ધજા,તાંબાના લોટા કંટી સહિત કેસરી ધોતી ના વસ્ત્રો નીં ખરીદી કરતા હોય છે..
યાત્રામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીના વેચાણમાં ૨૦% જેટલો વધારો થયો છે.
આનંદ ગુરવ.સુરત