હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ સેન્ટર ગાંધીનગર તરફથી રાજ્યકક્ષાનો અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ માટે મહુવા ભાવનગરના શિક્ષક દંપતિ શીતલ ભટ્ટી અને રમેશ બારડ પસંદગી પામ્યા છે.
ગુજરાતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને વિવિધ માધ્યમથી ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહેલ વ્યક્તિઓનું યોગ્ય સન્માન થાય તે હેતુથી “હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિચર્સ સેન્ટર’ નામે ‘અતુલ્ય વારસો’ સંસ્થા દ્વારા ગુજરાતમાંથી પ્રતિભાવંત અને વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા પ્રભાવકોનું સન્માન કરવા માટે અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ 2022 જાહેર કરવામાં આવેલ છે.
સમગ્ર ગુજરાતમાંથી 86 પ્રતિભાવંત વ્યક્તિઓ પસંદ થયા છે, તેમાં ભાવનગર જિલ્લાના ચાર વ્યક્તિઓમાંથી મહુવાના શ્રી રમેશભાઈ બારડ અને શીતલબેન ભટ્ટીને રમકડાં દ્વારા શિક્ષણમાં નવી પહેલ માટે પસંદ થયા છે.
તેઓને તા. 25- 12- 2022 ના રોજ ગાંધીનગર ખાતે અતિથિવિશેષોની ઉપસ્થિતિમાં એવોર્ડ આપવામાં આવશે. આ વિશિષ્ટ એવોર્ડ સમગ્ર ભાવનગર જિલ્લાના શિક્ષણ જગત માટે ગૌરવ સમાન છે.