શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. હાલમા ગુજરાતમાં ચુંટણી પુર્ણ થયા બાદ નવી સરકાર ની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે ત્યારે વિવિઘ મંત્રીઓ દ્રારા પોતાના વિભાગો ની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આજે સાંજે અંબાજી મંદિર ખાતે ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલ માતાજીનાં દર્શન કર્યાં હતાં.
આજે સાંજે ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલ સાંજની આરતીમા અંબાજી મંદિર ખાતે આવ્યા હતા. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમને મંદીરનાં ગર્ભગૃહમાં જઇને આરતીનો લાભ લીધો હતો અને ત્યારબાદ ભટ્ટજી મહારાજ ના આશિર્વાદ લીધા હતા. મુકેશ પટેલ અવારનવાર અંબાજી મંદિરના દર્શન કરવાં આવે છે ત્યારે તેમને અંબાજી મંદિર ખાતે મોટું નિવેદન આપ્યું છે કે મારા વિભાગના તમામ કામો ઝડપી પુરા કરવામાં આવશે.
અંબાજી પ્રહલાદ પૂજારી