જામનગર, સંજીવ રાજપૂત: દેશભરમાં હનુમાન જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. ભગવાન હનુમાનજીના મંદિરે ભક્તોની ભીડ જામી ત્યારે જામનગરની સત્યસાઈ નગર સોસાયટીના રહીશો દ્વારા બાળકોને સોસાયટીમાં આવેલ લક્ષ્મી નારાયણ મંદિરની પાછળ આવેલ કોમન પ્લોટમાં બટુકભોજનનું આયોજન કરી હનુમાન જયંતીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે હનુમાન દાદાની પૂજા અર્ચના કરી શ્રીફળ વધેરી શુભ શરૂઆત કરવામાં આવી હતી અને ઉપસ્થિત બાળકોને શાક, ગાંઠિયા, બુંદી છાસ નો ભોજન પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો જેનો સોસાયટીના બાળકોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો.
અત્રે જણાવવામાં આવે છે કે આવનાર ટૂંક સમયમાં આ જ જગ્યા ઉપર ભગવાન હનુમાન દાદાના મંદિરનું પણ ભવ્ય નિર્માણ થનાર છે જે આ સોસાયટીના પ્રગતિમાં એક નવું મોરપીંછ ઉમેરાશે.
આ પ્રસંગે સોસાયટીના આગેવાનો સહિત રહીશો, યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને બટુકભોજન કરાવી આ હનુમાન જયંતીના ઉત્સવની ઉજવણી કરી હતી.