મોલડીમાં શિક્ષણનો નવો યુગ! ₹ 75 લાખના ખર્ચે બનશે આધુનિક પ્રાથમિક શાળા.
વિકાસની હરણફાળ! મોલડી ગામમાં નવી પ્રાથમિક શાળાનું ખાત મુહૂર્ત
સાવરકુંડલા તાલુકાના મોલડી ગામમાં રૂપિયા ૭૫ લાખના ખર્ચે નિર્માણ પામનારી નવી પ્રાથમિક શાળાનું ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે ગામના અગ્રણીઓ અને પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાત મુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે નવી શાળાના નિર્માણથી ગામના બાળકોને આધુનિક સુવિધાઓ સાથેનું ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થશે. તેમણે ગામના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી અને આ કાર્યમાં સહયોગ આપનાર સૌનો આભાર માન્યો હતો.
તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડીયાએ જણાવ્યું હતું કે આ નવી શાળા મોલડી ગામના શિક્ષણ ક્ષેત્રે એક સીમાચિહ્ન સાબિત થશે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયો નાખશે.
ગામના આગેવાનોએ પણ આ નવી શાળા માટે આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને સરકારના આ પ્રયાસોને બિરદાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગામમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું.
આ નવી પ્રાથમિક શાળા આગામી સમયમાં મોલડી ગામના બાળકો માટે શિક્ષણનું એક ઉત્તમ કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમા સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડીયા, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી મનુભાઈ ડાવરા,ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરીયા,સાવરકુંડલા ભાજપના પ્રમુખ શ્રી રજનીભાઇ ડોબરિયા,મહામંત્રી શ્રી પ્રકાશભાઈ પાનસુરીયા,મંત્રીશ્રીમહેશભાઈ ભાલાળા,શ્રી વિપુલભાઈ શિંગાળા સહિત ગામના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેવુ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.