શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે એટલે આ ધામને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આઠમી ડિસેમ્બરના રોજ જાહેર થઈ ગયું છે ત્યારે ગુજરાતમાં ભાજપ 156 નો આંકડો વાર કર્યો છે અને સમગ્ર ગુજરાતમાં ભાજપ ભાજપ જોવા મળી રહ્યું છે
ત્યારે ચૂંટાયેલા ધારાસભ્યો દેવ દર્શન કરવા આવી રહ્યા છે અંબાજી મંદિર ખાતે પણ 9 ડિસેમ્બરના રોજ વહેલી સવારે સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ દર્શન કરવા આવ્યા હતા અને ત્યારબાદ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર દર્શન કરવા આવ્યા હતા ત્યારે બાદ સોરભ ઉપાધ્યાય દ્વારા યજ્ઞશાળા માં યજ્ઞ ની આહૂતિ પણ અપાવવામાં આવી હતી અને બપોરે 1:00 વાગે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ પણ માં અંબાના મંદિરમાં શીશ ઝુકવવા આવ્યા હતા.
રાજકીય નેતાઓની વાત કરવામાં આવે તો ગુજરાત ખાતે જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે પણ નેતાઓ ટિકિટ માટે માતાજીના મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા અને ટિકિટ મળી ગયા બાદ પણ માતાજીના દર્શન કર્યા હતા અને જીતી ગયા બાદ પણ નેતાઓ માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે અમદાવાદ સાબરમતીના હર્ષદ પટેલ પાલનપુરના અનિકેત ઠાકર અને વિરમગામના હાર્દિક પટેલ માતાજીના દર્શન કરવા આવ્યા હતા.