પાટણ, એબીએનએસ, એ.આર: પાટણ જીલ્લાના હારીજ ખાતે હારીજ APMC ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ૧૦૧ વૃક્ષો વાવી વૃક્ષોનું જતન કરવા સંકલ્પ લીધો હતો.
હારીજ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે માર્કેટયાર્ડ સમિતિ દ્વારા સહકાર સપ્તાહ અંતર્ગત અલગ અલગ પ્રકારના વૃક્ષઓનું વાવેતર કરી પર્યાવરણનું જતન કરી પ્રકૃતિને બચાવવા ના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરાયું હતું. તેમજ આગામી સમયમાં વધારેમા વધારે વૃક્ષોનું વાવેતર કરવાનો સંલ્લ્પ લીધો હતો.
આજના આ વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત ચેરમેન વાઘજીભાઈ, વાઇસ ચેરમેન દિલીપભાઈ, ડિરેકટર નવલસંગ ચૌહાણ,ડિરેકટર રમેશજી ઠાકોર,જીગરભાઈ મહેતા, રામજીભાઈ દેસાઈ,જગદીશ વિનોદભાઈ ચૌધરી, શંભુભાઈ દેસાઈ, ડિસ્ટ્રીક પ્રતિનિધિ રાજુભાઇ ભાવસાર, કૃભકો નિકુંજભાઈ તથા માર્કેટયાર્ડ સ્ટાફ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો