પાટણ: એ.આર. એબીએનએસ : જીલ્લાના હારીજ ખાતે સીધેશ્વરી ગ્રુપ સ્વ.અનિલકુમાર મહેતા પરિવાર દ્વારા નવ નિયુક્ત પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનાં જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવનો પૂર્વ કેબિનેટ મંત્રી દીલીપજી ઠાકોરની અધ્યક્ષતામાં અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો .જિલ્લા પ્રમુખનું પાઘડી પહેરાવી સાલ ઓઢાડી બહુમાન સન્માન કરાયું હતું.
કાર્યક્રમમાં પૂજ્ય નિજાનંદ બાપુ ગોતરકા, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર,મયંકભાઈ નાયક રાજ્યસભા સાંસદ, સ્નેહલભાઈ પટેલ પાટણ એપીએમસી ચેરમેન, ભાવેશભાઈ પટેલ, નિલેશભાઈ રાજગોર, સોનલબેન ઠાકોર પૂર્વ સરપંચ, ફરશુરામભાઈ ઠક્કર, મોટી સંખ્યામાં ભાજપના હોદેદારો તાલુકાના હોદેદારો નગરજનો હાજર રહી સર્વે સમાજના લોકોએ નવ નિયુક્ત પ્રમુખ રમેશભાઈ સિંધવનું સન્માન કર્યું હતું.