જીએનએ મહેસાણા: રાજય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા વડનગર વિકાસ સમિતિ દ્વારા વડનગર ખાતે હાટકેશ્વર મહાદેવના પરિસરમાં શ્રાવણ ઉત્સવમાં શ્રાવણ માસના બીજા સોમવારની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે હિન્દી ફિલ્મ તથા ભક્તિ સાગર જેવા અનેક ભજનો તથા પદ્મભૂષણ એવોર્ડ એનાયત થયેલ ગાયક કલાકાર પદ્મભૂષણ અનુરાધા પૌંડવાલએ શાંતાકાર ભૂજગશયનમ્, ગાયત્રી મંત્ર, મન એક મંદિર શિવ તેરી પૂજા…. કોકિલકંઠ ગાઈને શિવા આરાધના થી શરૂઆત કરી હતી. આ સાથે પદ્મભૂષણ એવોર્ડ એનાયત થયેલા ભજનિક પદ્મભૂષણશ્રી હેમંત ચૌહાણે પ્રથમ પહેલા ગણેશ નું ભજન ગાઈ ને ભજન ,મંત્રો,ગરબા, જેવા ભજન ગાયા હતા.
ગાયક કલાકાર ગીતાબેન ચૌહાણે પણ પોતાના કોકિલકંઠથી ભજન ગીત ગરબા ગાયા હતા. તેમની સાથે હાસ્ય કલાકારશ્રી હરીસિંહ સોલંકીના હાસ્ય દરબારથી વડનગરના ધાર્મિક ભક્તો અને પ્રજાજનો મંત્રમુગ્ધ થયા હતા. શ્રાવણ ઉત્સવમાં ભક્તિ ભાવ ની ઝાંખીનું ભાવભર્યુ વાતાવરણ ઉભુ થયુ હતું.
આ પ્રસંગે અગ્રણી સર્વ સોમભાઈ મોદી, ઉઝા મતવિસ્તારના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, પંકજ ભટ્ટ -પૂર્વ ચેરમેન ગુજરાત રાજ્ય નાટય અકાદમી , અગ્રણી સર્વ રાજુ ભાઈ મોદી,જીગર ભાઈ પટેલ અને જીતુભાઈ પ્રજાપતિ , કમલભાઈ પટેલ, જીલ્લા કલેકટર એમ.નાગરાજન, જીલ્લા વિકાસ અધિકારી ડૉ ઓમપ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી , વડનગર પ્રવાસન નિગમના નિવૃત અધિકારી આર. આર. ઠક્કર , વડનગર મામલતદાર રોહિત ડી અધારા, વડનગર હાટકેશ્વર મહાદેવ સંસ્થાના ટ્રસ્ટીગણના સભ્યો તેમજ શિવભકતો અને નગરજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા…..