Latest

રાજ્યના ગૃહરાજ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર પંચદેવ મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી જેણે આજે દસ વર્ષ પૂરા થયા છે. જે અંતર્ગત સમગ્ર દેશમાં આજે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

લોકોના સ્વભાવમાં સ્વચ્છતા કેળવાય તે માટે સરકાર દ્વારા સ્વચ્છતાને લગતા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં ૫૦૦ થી પણ વધુ સ્થળોએ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે, જેની શરુઆત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ગાંધીનગર પંચદેવ મહાદેવ મંદિર ખાતેથી સ્વચ્છતા માટે શ્રમદાન કરી લોકોને આ મહાઅભિયાનમાં જોડાવા વિનંતી કરી હતી.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ ૨૦૪૭માં દેશને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાનના આ સંકલ્પને સાર્થક કરવા રાજ્ય સરકાર એ દિશામાં સતત કાર્યરત છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, દેશનો પ્રત્યેક નાગરિક પોતાની આસપાસ સ્વચ્છતા રાખે તે જ પૂજ્ય બાપુને આપણી સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ છે. છેલ્લા ૧૦ વર્ષોમાં ભારતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં અનેક બદલાવ જોયા છે. આવો જ એક બદલાવ સ્વચ્છતા બાબતે નાગરીકોમાં આ અભિયાનથી આવશે તેવી મંત્રીએ આશા વ્યક્ત કરી હતી

વધુમાં તેમણે ઉમેર્યું કે, સ્વચ્છતા અભિયાનથી દેશમાં સાફ-સફાઈ, ચોખ્ખાઈનું એક જન આંદોલન ઉભુ થયું છે

નાગરિકોને સ્વચ્છતાની ટેવો અંગે અનુસરવા અપીલ કરતા જણાવ્યું હતું કે, આપણે સફાઈના કામમાં સ્વચ્છતા કર્મીઓને કદાચ મદદ ન કરી શકીએ પરંતુ ગંદકી કરીને કે કચરો જ્યાં ત્યાં ફેંકીને સ્વચ્છતા કર્મીનું કામ વધારવું ન જોઈએ, દરરોજ આપણા ઘર, આપણા કાર્યસ્થળની આસપાસ થોડોક સમય સ્વચ્છતાને માટે ફાળવો જોઈએ તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

વધુમાં મંત્રીએ આગામી નવરાત્રી મહોત્સવ સહિતના તમામ તહેવારોમાં સ્વચ્છતાનો ખ્યાલ રાખી પર્વ ઉજવવાનું આહવાન રાજ્યના સૌ નાગરિકોને કર્યું હતું.

આ પ્રસંગે ગાંધીનગર મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, દંડક શ્રીમતી સેજલબેન પરમાર, સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રદેશ સંયોજક કૌશલ દવે, તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *