રસિક ચાવડા એ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રૂબરૂ રજુવાત કરી
અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રદેશ મહામંત્રી રસિક ચાવડા એ ભુપેન્દ્રભાઈ પટેલ,મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજય, ગાંધીનગર અને રૂષીકેશભાઈ પટેલ, મંત્રીશ્રી આરોગ્ય અને પરીવાર કલ્યાણ, ગાંધીનગર ના કાર્યાલય ખાતે રૂબરૂ જઈ રજુવાત કરી કે ઉના તાલુકો એ છેવાડાનો મોટો તાલુકો છે. ત્યારે સરકારશ્રી દ્વારા અહી સબ ડીસ્ટ્રીક હોસ્પીટલ જાહેર કરવામાં આવી હતી.૧૦૦ બેડ અને મહેકમ મંજુર કરવામાં આવેલ હતુ.નવીનીકરણ માટે ૨૦૧૮/૧૯માં નવીન સબ ડીસ્ટ્રીક હોસ્પીટલ ના બાંધકામ માટે રાજય સરકારે બજેટ મા નાણાની જોગવાઈ પણ કરવામાં આવી હતી.
આજદીન સુધી આ સબ ડીસ્ટ્રીક હોસ્પીટલ ના બાંધકામનું કામ શરુ કરવામાં આવેલ નથી.વારંવાર રજુઆત કરવા છતા જગ્યા/જમીન બાબતે નકકર કાર્યવાહી કરવામાં આવેલ નથી. છેલ્લા ઘણા સમયથી સબ ડીસ્ટ્રીક હોસ્પીટલની જમીન સંપાદન ની કાર્યવાહી અટકી છે.તેના કારણે આ વિસ્તાર ના લોકો ને સરકારશ્રી દ્વારા મંજુર થયેલ સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ નો લાભ મળી શકયો નથી.
સબ ડીસ્ટ્રીક હોસ્પીટલ બાબતે જરુરી કાર્યવાહી કરવામાં આવે વહેલી તકે જમીન સંપાદન કરવામા આવે અને નવીન સબ ડીસ્ટ્રીક હોસ્પીટલનું બાંધકામ શરુ કરવામાં આવે.અને છેવાડાના વિસ્તારના લોકોને સારી આરોગ્ય સુવિધા મળી રહે તે માટે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ રસિક ચાવડા એ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ બાબતે આરોગ્ય વિભાગ હકારાત્મક છે પરંતુ જમીન સંપાદન ના થતા કામ શરૂ થઈ શક્યું નથી.જમીન સંપાદન માં કોની નિયત નથી.કેમ કે છેલ્લા પાંચ વર્ષ થી આ હોસ્પિટલ લટકાયેલ પડી છે.હવે આ બાબતે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી અંગત રસ લઈ આ વિસ્તાર ના લોકો ની સુખાકારી માટે આ કામ પૂર્ણ કરાવે એવી લોક માંગ થઈ રહી છે.