ગોધરા, સંજીવ રાજપૂત: ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ. પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કરાયું હતું.
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂપિયા પાંચ કરોડના ખર્ચે નવ નિર્મિત અદ્યતન સુવિધા સજ્જ પોલીસમ નિર્દેશક કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ વેળાએ જિલ્લા પ્રભારી તથા શિક્ષણ અને આદિજાતિ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર, સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા, સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, મુખ્ય સચિવ પંકજ જોષી, અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, મનોજકુમાર દાસ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, પોલીસ મહાનિર્દેશક આર.વી.અસારી, જિલ્લા કલેકટર આશિષ કુમાર, જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી સહિત ઉચ્ચ અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.