ધારી તાલુકાના ઝર ગામના શિક્ષિત.. લોક સાહિત્યકાર.. બાહોશ,અને નીડર સરપંચ શ્રી દિલાવર ભાઈ લલીયા ની વારંવાર ની રજૂઆતો અને મહેનત તેમજ ધારી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય શ્રી અનવરભાઈ લલિયાના માર્ગદર્શન નીચે ગુજરાત સરકારશ્રીની સર્વેશીક્ષા અભિયાન સહિત ની વીવીધ યોજના ની ગ્રાન્ટો માથી અંદાજે અઢી કરોડ રૂપિયાના વિકાસના કામો નું લોકાર્પણ કરવામાં આવતા નાના એવા જર ગામના ગ્રામજનો મા આંનદ ની લાગણી ફેલાણી હતી..


આ લોકાર્પણ કાર્યક્રમમાં અંશાવતાર દાન મહારાજ ની જગ્યા ના લઘુમંહત શ્રીમહાવીર બાપુ, જિલ્લા સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય શ્રી જેવી કાકડીયા, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી અશ્વિનભાઈ કુંજડીયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ભુપતભાઈ વાળા, ધારી તાલુકા પંચાયત પ્રમુખ પતિ ઘનશ્યામભાઈ હિરપરા તાલુકા પંચાયતના સદસ્ય મંગળુભાઈ વાળા ,સહિત આજુબાજુના ગામડાના સરપંચશ્રીઓ,તાલુકાપંચાયત ના સભ્યશ્રીઓ,


અધિકારીઓ,પદાધિકારીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..પ્રથમ ઢોલ નગારા સાથે ગામની નાની બાળાઓ દ્રારા કુમકુમ તિલક થી ઉપસ્થિત મહાનુભવો નુ સ્વાગત સન્માન કરવામા આવેલ હતુ..સરપંચશ્રી દિલાવર ભાઈ, અગ્રણીશ્રી અનવરભાઈ પુર્વ સરપંચ શ્રી રહીમભાઈ સહિતનાઓ દ્રારા ઉપસ્થિત મહાનુભવોને શબ્દોથીઅને પુષ્પમાળાથી સન્માનિત કરાયા બાદ શાળાની બાળાઓ દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા હતા..


પ્રસંગ ઉચિત મહાનુભવોએ ઉદબોધન આપ્યાહતા.. જરગામમાં ગુણવત્તા યુક્ત અને સુવિધા યુક્ત શિક્ષણ મળે તે માટે સુવિધા યુક્ત કોમ્પ્યુટર અને શેડ સહિતની શાળાનુ બિલ્ડીંગ, તેમજ પાણીની ટાંકી, પેવર બ્લોક રોડ મૂંગા પશુ માટે પાણીની ટાંકી સહિતના લોક ઉપયોગી ગુણવતાયુકત કામો ના લોકાર્પણ નો કાર્યક્રમ રંગે ચંગે ઉજવાયો હતો..

જર ગામના સરપંચ શ્રી દિલાવરભાઈ લલીયા અને અનવર ભાઈ લલીયાના કાર્યની ઉપસ્થિત સહુએ પ્રશંસા કરી હતી.. અંતમાં સરપંચ શ્રી દિલાવર ભાઈ લલીયા અને શ્રીઅનવર ભાઈ લલીયા એ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો..
અંત મા સહુએ સાથે બેસી સ્વાદિષ્ટ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો..સ્ટેજ સંચાલન શિક્ષક શ્રી અતુલભાઇ સલખના એ કરેલ હતુ..આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ધારી તાલુકા પંચાયત ના પૂર્વ સદસ્ય શ્રી અનવરભાઈ લલીયા ના સીધા માર્ગદર્શન નીચે સરપંચ શ્રી દિલાવરભાઈ લલીયા,પુર્વ સરપંચ શ્રી રહીમભાઈ લલીયા,તલાટીમંત્રી શ્રી બોરીયા, ગ્રામ પંચાયત ના તમામ સભ્યશ્રીઓ, આચાર્ય શ્રી તથા શાળા પરીવારે ભારે જહેમત ઉઠાવેલ હતી
















