રોજબરોજની જિંદગીમાં પોલીસ અને પત્રકાર એક સિક્કાની બે બાજુ છે. સમાજના હિતમાં અને ફરજના ભાગરૂપે બંને વચ્ચે છાશવારે સંઘર્ષ થતો રહે છે. પરંતુ આ સંઘર્ષ માત્ર કામ અને ફરજને લઈને હોય છે. આખરે તો બન્ને માનવી જ છે. સારા અધિકારીઓના નિયમિત સંપર્કમાં રહીએ ત્યાં આત્મિયતા હોય તે સ્વભાવિક છે.
બોટાદ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા શ્રી સૈયદ સાહેબ રંગોત્સવના પર્વ ધુળેટીના અવસરે અમારે આંગણે પધાર્યા. તેમનું વ્યક્તિત્વ એવું કે આગમન સાથે જ પ્રેમ અને હૂંફનો રંગ પ્રસરાય ગયો. સાથે ઢસા પોલીસ મથકના પી.આઇ. શ્રી પંડિત સાહેબ જોડાયા.
હું ઉંમર અને અનુભવે નાનો, તેમની આંગણે સરભરા કેમ કરું ?! મુંઝવણ વચ્ચે લાગણીના ભાવ છલકાય ગયા. જ્યારે મનગમતી વ્યક્તિ આંગણે આવે ત્યારે કદાચ આવુ જ થતું હશે.
તેમનું વ્યક્તિત્વ ઘણું શીખવી જાય તેવું અને ગૌરવ સમુ દિઠયું.
તેમના માટે આભાર શબ્દ નાનો લાગે છે.