જામનગર, સંજીવ રાજપૂત ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સ્ટાફ મેમ્બર તથા તાલીમાર્થીઓ સહિત કુલ 136 લોકોએ રક્તદાન કર્યું હતુ.
અને એક્ત્ર કરેલી બોટલ જી.જી. હોસ્પિટલ જામનગરને સુપ્રત કરવામાં આવી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પનું જી. જી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ઉપસ્થિત રહી મોનીટરીંગ કરાયુ હતુ. ઉપરોક્ત રક્તદાનથી જે કોઈ લોકોને લોહીની જરૂરિયાત હોય તેઓને સરળતાથી લોહી મળી રહે તેવા આશયથી સદર કામગીરી આચાર્ય રાજેશ ત્રિવેદીના નેજા હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી.