જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાન ભૂલ્યા
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાયા ભાદરવી પૂનમ ના મહા મેળા દરમિયાન બહાર થી આવતા અને સ્થાનિક વેપારીઓ ને વેપાર અર્થે ફાળવવા માં આવતા રસ્તા પર પ્લોટ ની ભાવતાલ થી માંડી હરાજી અને નાણાકીય વહીવટ કરવા સુધી ની તમામ પ્રક્રિયા હવે સરકાર હસ્તક બનતા જિલ્લા વિકાસ અધિકારી અને તેમના હસ્તક ના તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.જેમાં પ્લોટ ની જગ્યા , સહિત ભાવ નક્કી કરવા હરાજી કરવી અને નક્કી થયેલ ભાવ મુજબ નાણાંકીય વ્યવહાર સરકારી તિજોરી માં જમા કરવા જેવી તમામ કામગીરી કરવામાં આવે છે.
જે બાબતે અંબાજી ના એક જાગૃત નાગરિક દ્વારા વર્ષ ૨૦૨૫ ના ભાદરવી પૂનમ ના મહા મેળા માં ફાળવાયેલ પ્લોટ અને તેની આવક અંગેની માહિતી માંગતી RTI કરતા અધિકારી દ્વારા જવાબ આપવાને બદલે અરજી ને તાલુકા વિકાસ અધિકારી ના બદલે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ને આપતા નવાઈ પમાડે તેવી સ્થિતિ ઊભી કરી હતી.
અંબાજી ખાતે દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમ ના મહા મેળા માં પ્લોટ ની ફાળવણી થી દર વર્ષે સરકારી તિજોરી માં ખાસ્સી એવી લાખો રૂપિયા ની આવક મળે છે જે બાબતે ક્યારેય સરકાર દ્વારા આ બાબતે ખુલાસો કરાતો નથી.ત્યારે ગામ ના એક જાગૃત નાગરિક દ્વારા આ વર્ષે યોજાયેલ મેળા માં ફાળવેલ પ્લોટ અંગે ની આવક ની માહિતી માંગતી RTI કરવામાં આવેલ હતી
જેનો જવાબ ડીડીઓ દ્વારા અથવા તો ટીડીઓ તબદીલ ની જગ્યા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ને મોકલી આપવામાં આવી હતી પણ મંદિર ને આ માહિતી કોઈ પણ લેવાદેવા નથી તો પણ અરજદાર ગેરમાર્ગે દોરવા કામ કરતા જીલ્લા વિકાસ અધિકારી શ્રી આ માહિતી ટી ડી ઓ દ્વારા આપવાનો હોય છે પરંતુ આ અરજી ના ગેરમાર્ગે દોરવા આવી રહેછે
અરજી નજીક ની અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ની કચેરી ને તબદીલ કરતા નવાઈ પમાડે તેવું કામ કર્યું છે.જેમાં જવાબ આપવા માટે તેમણે અંબાજી મંદિર ટ્રસ્ટ ની કચેરી ને જવાબદાર ગણાવી પોતે છટક બારી કરી હોય તેમ કે પછી ક્યાં આધારે તબદીલ કરી તે વિચારશીલ બાબત છે કેમકે જ્યારે પ્લોટ ની ફાળવણી થી માંડી લેવા સહિત ની તમામ કામગીરી ડીડીઓ / ટીડીઓ હસ્તક કરાય છે તો પછી તેમાં અંબાજી મંદિર ની સામેલગીરી ક્યાં રહી ? અને જેની સામેલગીરી જ નથી તો તે કચેરી જવાબ શું આપવાની? ત્યારે કચેરી ની તબદીલી કરવામાં કા તો અધિકારી ભાન ભૂલ્યા છે કે પછી જવાબ ના આપવો પડે તે માટે એક બીજા પર ઢોળવાની કામગીરી કરાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે .
અગાઉ અંબાજી ગ્રામપંચાયત ના એક સભ્ય વિરુદ્ધ થયેલ અરજી અંગે પણ બચાવ કામગીરી કરતા ડીડીઓ અધિકારી…..!
અંબાજી ગ્રામપંચાયત ના એક સભ્ય એવા જયા બેન ગઢવી દ્વારા ગ્રામ પંચાયત ના પાર્કિંગ માં ભાગ રાખી ટેન્ડર ની શરતો અને નિયમો નું ઉલ્લંઘન કરી મનમાની કરતા ગામ ના જાગૃત નાગરિક એવા અમિત પટેલ ધમકી આપવા બાબતે જિલ્લા વિકાસ અધિકારી ને ફરિયાદ કરાઈ હતી જે બાબતે હજુ સુધી ડીડીઓ શ્રી દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરી અંદરખાને ભીનું સંકેલવાનું તેમજ તે વોર્ડ મેમ્બર ને બચાવવા ની કામગીરી કરાતી હોય તેમ લાગી રહ્યું છે.
ત્યારે ઉપરોક્ત બંને બાબતે કામગીરી માં બેદરકારી દાખવતા અધિકારી અન્ય કામો બાબતે શું ધ્યાન આપતા હશે કે કેમ તે બાબત વિચારશીલ બની છે. જેમાં અરજદાર દ્ગારા તમામ પુરાવા આપવામાં આવ્યો છે તો પણ જવાબ લેખિત માં નિવેદન આપવામાં. આવ્યું છે પણ હજુ સુધી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્ગારા કોઈ પણ જાતની જાણ કરવામાં આવી નથી કે પછી સદસ્યોની ની બચાવ કામગીરી કરી રહ્યા છે જિલ્લા વિકાસ અધિકારી શ્રી તાત્કાલિક કાર્યવાહી માં નહીં આવે તો હાઇકોર્ટે નો સહારો લેવો પડે તેમ લાગે છે
રિપોર્ટર…. અમિત પટેલ અંબાજી
















